Tuesday, January 31, 2017

જરૂરિયાત

પ્રેમની બે જરૂરિયાત હોય છે: એના પાયામાં આઝાદી હોવી જોઈએ અને એના મિજાજમાં વિશ્વાસ..

- ઓશો

Monday, January 30, 2017

હું ક્યાં બધું જાણું છું..

હું ક્યાં બધું જાણું છું,થોડુક સમજી લઉં છું,અને થોડુક લખી લઉં છું..!!

કિંમત

રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી
ખાલી થયેલાં ચાંદલા ના કવર ને લોકો કચરા માં નાખી દે છે..!

Sunday, January 29, 2017

સીઝન સ્ટોર

અમુક લોકો સીઝન સ્ટોર જેવા હોય મોકા પ્રમાણે ચેહરા - મોહરા ફેરવે રાખતા હોય...!!

Saturday, January 28, 2017

ભેદ રેખા

વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચે બહું જ પાતળી ભેદ રેખા આવેલી છે જે તુટી જ જાય છે.

ભીની ભીની સુગંધ

ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે,
ફુલોને પુછ્યું સરનામું, એ તારી તરફ આંગળી ચીંધે..

વિશ્વાસનો અભાવ

વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.

વિશ્વાસ

જિંદગીને સમજવા માટે  ખોટા વ્યક્તિ પર  વિશ્વાસ કરવો ખુબ જ જરૂરી છે

Wednesday, January 25, 2017

તું

બંધ પાપણોમાં વસે છે તું,ખુલ્લી આંખોમાં હસે છે તું
વધુ તો શું કહુ મારા હદય માં ધબકે છે તું..💞

Wednesday, January 18, 2017

I'm happy

If I make you happy, I'm happy.🌸

ધારદાર

તારી આંખોની એરણ પર હું ધારદાર થયો..
તને સ્પર્શયા વિના હું તારી આરપાર થયો..💕

સુંદર

સુંદર લોકો હમેશાં સારા નથી હોતા,પણ.. સારા લોકો હમેશાં સુંદર હોય છે..

Monday, January 16, 2017

જિંદગી

ચહેરા પર મુસ્કાન ને આંખો મા પાણી,  લાગે છે,  હવે, જિંદગી થોડીક સમજાણી,,,!!

દિશા

દિશાના નામ ફકત સુર્યથી પડેલા છે,
ઘણા સ્વપ્નો ઉગમણેય આથમેલા છે..!!

Saturday, January 14, 2017

સફળતા

અનેક ભૂલો વચ્ચે છુપાયેલી, ઢંકાયેલી ચીજનું રૂપકડું નામ છે-"સફળતા"..!!

તાકાતવાન હથિયાર

મૌન અને સ્મિત એ બે તાકાતવાન હથિયાર છે,  સ્મિત તકલીફ  દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે..

Friday, January 13, 2017

મજા

આપણા ધાબે બધુ જ હોય પણ
બાજુના ધાબે જોવા ની મજા જ કંઈક અલગ હોય છે

પ્રેમ આભનો

લઈને પ્રેમ આભનો,ધરતી પર ઝાકળ આવી..

Wednesday, January 11, 2017

અહેસાસ

ખરી અંગત વ્યક્તિ એટલે જે તમારો હાથ પોતાના હાથમાં લઈ,
બોલ્યા વગર જ તમને અહેસાસ કરાવે કે તમે જીવનસફરમાં એકલા નથી....!

વિશ્વાસ

જીવનમાં "વિશ્વાસ" એવા વ્યક્તિ પર મૂકજો...
કે મૂક્યા પછી "શ્વાસ અધ્ધર ના રહે".......

Monday, January 9, 2017

ભૂલ એ જીવન નું પાનું છે

ભૂલ એ જીવન નું પાનું છે, પણ સબંધ એ આખું પુસ્તક છે. જરૂર પડ્યે ભૂલનું પાનું ફાડી નાખજો, પણ એક પાના માટે આખું પુસ્તક ના ફાડતા..

કુંપણ

કુંપણ વિણ ઉગ્યું પાન ઝાંકળ વિણ રોયું પાન લચી પડી જોઈ પાન ડાળી રડી ખોઈ પાન...

Sunday, January 8, 2017

ખચકાટ

જયાં સુધી બધા આપણી સાથે સારું વર્તન કરે ત્યાં સુધી
બધા સાથે સારી રીતે રહેવું,જયાં તમને ખચકાટ અનુભવ થાય ત્યાં એમનાથી દૂર રહેવુ..

મહત્વ

માણસ કેવા દેખાય એના કરતાં કેવા છે એ મહત્વનું નથી કારણ કે,...
સૌદર્ય નું આયુષ્ય તરુણાવસ્થા સુધી અને ગુણો નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે...

તારો વ્હેમ..!!

મનને મનાવવા આટલું જ જરુરી છે
એક તો તારો ભ્રમ અને બીજું તારો વ્હેમ..!!
💞💝💞

પરિચય

વ્યક્તિ ના પરિચય ની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય પણ તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે..

કાશ !

કાશ !
ઉદાસ હું બેઠો હોઉં,

તે ઍક્દમ પાછળથી આવી,

મારી આંખો પર હાથ મૂકે અને કહે,

”ઓળખી જાવ તો હું તમારી,
ન ઓળખી શકો તો તમે મારા ”

Saturday, January 7, 2017

નિખાલસ અભિગમ

આપણને નિખાલસ લાગતો અભિગમ બીજા માટે મુશ્કેલી સર્જનારો પણ હોય શકે...

જિંદગી

જિંદગી એટલે કરેલા કાર્ય નું પ્રતિબિંબ..

એક સ્મૃતિ

એક સ્મૃતિ કાફી છે જિંદગી જીવવા માટે...💞

હું પણ અપવાદ નથી...

દરેક સ્ત્રી-પુરુષ સમક્ષ અને દરેક પુરુષ-સ્ત્રી સમક્ષ જૂઠું બોલે જ છે...
આમાં તમે પણ અપવાદ નથી,હું પણ અપવાદ નથી...

વહેલી સવાર

વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ,

ઉઘાડી આંખો ને યાદ કર્યાં તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ. 

💞 સુપ્રભાત 💞

खामोशी

उसके होंठो पे भी एक अज़ीब खामोशी लेकिन,
उसकी नजरों ने पुकारा हैं कई बार मुझे।
💕

પ્રેમનું મૃગજળ

આંખ મારી રણ જેવી છે
એમના પ્રેમનું મૃગજળ કાંઇક વધારે જ દેખાય છે એમાં...

Friday, January 6, 2017

વ્યથા

ક્યાંક દરિયો અને ક્યાંક રણની "કથા",
જિંદગી એટલે, આવરણની "વ્યથા"...

શબ્દ "ભ્રમ" છે

શબ્દ "ભ્રમ" છે... શબ્દ વાતાવરણ "મહેકાવી" પણ શકે અને "બહેકાવી" પણ શકે...!!

Thursday, January 5, 2017

મેસેજ

કેટલું છુપાયેલું હોય છે એ મેસેજમાં,
જે Type તો થાય છે પણ Send નથી થતો...!!!🌹

ભણતર

તું રીઝે એવી એક ચબરખી લખું,
એટલું કયાં અમારું ભણતર છે..!

બિનહરીફ

મારા હૈયાની પંચાયતમાં તુ એકવાર ઉમેદવારી તો કર...
કોની મજાલ છે કે તને બિનહરીફ થતાં રોકી શકે...

Wednesday, January 4, 2017

એક વાત

એક વાત, એક નજર, એક સ્પર્શ જીવન બદલી શકે છે..!!

કરકસર

લાગણી હતી જેની પર તે આજે કારણ વગર લડી પડ્યા એમની કરકસર તો જુઓ તેઓ આંસુ વગર રડી પડ્યા.

Tuesday, January 3, 2017

અનુભવ

તને એકાંત ગમે છે કેમકે તને કોઈ છોડી કે છેતરી નથી જવાનું પણ જયાં સુધી જીંદગીમાં કોઇ છોડીકે છેતરીના જાય એનો અનુભવ ના લેશો તો જીંદગી શું કામની..!?

રાણી

ફરી એક વાર પ્રેમ નો જુગાર રમવા ની બેઠક થઇ ગઇ ,
આ વખતે પણ એજ બન્યું, રાણી પાયમાલ કરી ગઇ..

Monday, January 2, 2017

સમય

સારા લોકો અને સારા પુસ્તકો,તરત સમજ મા નથી આવતા..
બંને ને સમય આપી ને વાંચવા પડે...

Sunday, January 1, 2017

પોતાના

મળ્યા વગર પણ "પોતાના" લાગવા લાગે છે..
કોણ કહે છે "સંબંધો" માણસ બનાવે છે...

रिश्ते

किसी भी रिश्ते में,I LOVE YOU कहने से ज़्यादा ज़रूरी है,I UNDERSTAND YOU कहना...💮