Tuesday, February 28, 2017

ભીની ગુફતેગો

આકાશ અને ધરતી વચ્ચે ભીની ગુફતેગોને લોકો વરસાદ કહે છે.

જાણવા કરતા સમજવું એ ધણું મહત્વનું છે

જાણવા કરતા સમજવું એ ધણું મહત્વનું છે ,

તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે...

Saturday, February 25, 2017

અનુભવ

નિષ્ફળ વ્યક્તિ એને કહેવાય જેણે ભૂલો કરી હોય, પરંતુ તેના અનુભવ માંથી લાભ ઉઠાવ્યો ન હોય..

સફળતા

કોઈ વ્યક્તિને "હરાવી" ને નીચું પાડવું એ સફળતા નથી. પણ...

કોઈ વ્યક્તિને સમ્માન આપી."જીતી" લેવી એ જ સાચી સફળતા છે..!!

Monday, February 20, 2017

પારિજાત

તું વીણી લે મને આજે, પારિજાત સમજી ને,વિખરાઈ જઈશ તુજ પર, ચાંદની રાત બની ને..

Friday, February 17, 2017

Maturity

Maturity is in the mind, not the age! 😉😉

આપણાઓ

આપણાઓ ને સમજવા જોઈએ,
કસોટીઓ ના કરવી જોઈએ..!!

માણસની મોટી તકલીફ

માણસની મોટી તકલીફ એ છે કે,
એને
તરત
સરસ
અને
મફત
બધું એકજ સાથે જોઈતું હોય છે..!!

Thursday, February 16, 2017

અહેસાસ

જીવનનું સર્વોત્તમ "સુખ" છે,આપણને કોઈ બહુ ચાહે છે,એનો "અહેસાસ"..!!

Wednesday, February 15, 2017

Tuesday, February 14, 2017

મહેનત

ખુશી મહેનતથી આવે છે, આાળસ થી નહી મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઇ જાય છે...!!

"હું" નો દાગ

"શરીર"ના "શબ્દો"માં પણ "હું" નો દાગ આવી જાય છે..!
જ્યારે "દિલ" માં પણ "દિમાગ" આવી જાય છે..!

Sunday, February 12, 2017

સ્પર્શ

કોઈપણ વ્યક્તિ શબ્દોને સ્પર્શ કરી શકતી નથી
પણ
દરેક વ્યક્તિને શબ્દો સ્પર્શ કરી જાય છે..!!

વિશેષ ક્ષણ

વિશેષણ થી.... નહીં

વિશેષ ક્ષણ થી .....જીવો

Saturday, February 11, 2017

અસ્તવ્યસ્ત

આમ તો અસ્તવ્યસ્ત વસ્તુ મને બિલકુલ નથી ગમતી
પણ તારા વિખરાયેલા વાળ ની તો વાત જ અલગ છે

અભિમાન

અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી..!

Friday, February 10, 2017

મુલાકાતો

વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે,સંબધો સાચવવા હોય તો મુલાકાતો જરુરી છે..!!

સ્વભાવ

તમે સ્વભાવ ને કાબુ માં રાખશો તો બીજા તો આપોઆપ તમારા કાબુ માં રહેશે...

Thursday, February 9, 2017

પોતાનું

કોઈકે મને પૂછ્યું કે આ દુનિયામાં તારું પોતાનું કોણ છે......

મેં હસીને કહ્યું કે જે બીજાના માટે મને ના છોડે એ મારું પોતાનું છે..

Well--in--time

માત્ર
Valentine
નહીં પરંતુ
Well--in--time
સમજો તો જિંદગી જીવવાની મજા આવશે..💞❤💞

Wednesday, February 8, 2017

પ્રેમ

લોકો તમને ત્યારે જ પ્રેમ કરે છે, જ્યારે તે પ્રેમ તેનાં માટે લાભદાયી હોય..

જીભ પરની ઈજા

"જીભ પરની ઈજા" સૌથી  પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....,
"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .

महसूस

बदलते लोग,बदलते रिश्ते और बदलता मौसम,चाहे दिखाई ना दे,मगर महसूस जरूर होते हैं...

આયના ની એક મર્યાદા

આયના ની એક મર્યાદા અહી
ખુલ્લી પડી ,
એકપણ પ્રતિબિંબ એ સાચવી
શકતો નથી...

કટ

દુનિયામાં એક જ સૂત્ર થી ચાલવું,જયાં વટ ત્યાં સબંધ કટ..!!!

"I love you"

દોડતી ફુદકતી
ખિસકોલીએ...
તાજી ખીલતી
કૂંપળના કાનમાં
ધીરે થી કહ્યું :
"I love you"
વસંત મહોરી ! ❤

શબ્દો તમારા અક્ષર મારા

મને તો ક થી જ્ઞ આવડે છે,તમને ગમે એ  ગોઠવી લેજો શબ્દો તમારા અક્ષર મારા..

મૌન

આપણે બે એટલે
ઘૂઘવતી લહેર અને એકાંત ટાપુનું મૌન.

Tuesday, February 7, 2017

સમય

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જેમાં લોકો પોતાને ખુશ રાખવા કરતાં...બીજા લોકોને કંઈક દેખાડી દેવામાં પોતાની જીંદગીને ખર્ચી નાખે છે..!!

Monday, February 6, 2017

રોઝ ડે..

7' ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો.મોટાભાગે જ્યારે પણ પ્રેમની વાત આવે છે તો ગુલાબનો ઉલ્લેખ જરૂર થય છે. ગુલાબ વગર પ્રેમનો એકરાર શક્ય નથી. આજની જીંદગી ખૂબ જ ફાસ્ટ છે. પણ છતા પ્રેમ અને પ્રેમની પરિભાષાને સમય નથી બદલી શક્યો. તેથી પ્રેમનો એકરાર લોકો આજે પણ ગુલાબથી જ કરે છે.બની શકે કે તે તમારી પુત્રી હોય,  મિત્ર હોય,  ટીચર હોય,  પપ્પા હોય,  મમ્મી કે પછી તમારા દાદા-દાદી. લોકોને ભ્રમ છે કે આ દિવસ પશ્ચિમની દિવસ છે અને તેને ફક્ત યુવા લોકો જ મનાવી શકે છે. પણ એવુ નથી, પણ આ દિવસ તો પ્રેમ, મૈત્રી,  વિશ્વાસને બતાવવાનો દિવસ છે અને ત્રણેય વાતો કોઈપણ સંબંધ માટે જરૂરી હોય છે.હવે એ ભલે મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો. કે પછી મમતાનો. બસ તમે થોડો ગુલાબના રંગોની પસંદગી કરવી પડશે. તમારા સંબંધોના હિસાબથી. તો ચાલો તમારી આ મુશ્કેલી અમે દૂર કરી દઈએ છીએ. અમે તમને બતાવીશુ કે કોને કયા રંગનુ ગુલાબ આપશો.જો તમારો કોઈ મિત્ર તમારાથી ઘણા દિવસથી નારાજ છે અને એક લાંબા સમયથી તમે તેની સાથે વાત નથી કરી તો આજથી સારો કોઈ દિવસ નહી હોય તેને મનાવવાનો. તમે તેની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને સ્માઈલ કરો પણ દિલથી સોરી બોલો, પછી જો જો તે બધુ ભૂલીને તમારા ગળે ભેટી પડે છે કે નહી.જો તમે કોઈની જોડે મૈત્રી કરવા માંગતા હોય તો તમે એ વ્યક્તિની પાસે 'યલો ગુલાબ' લઈને જાવ. પછી જો જો તમારી મૈત્રી કબૂલ કર્યા વગર તેનુ મન પણ નહી માને. ભલે પછી એ મિત્ર મેલ હોય કે ફિમેલ તેને તમે તમારી મિત્રતા ફૂલો દ્વારા બતાવી શકો છો.હવે વારો છે એકરારે-એ-દિલનો. તો તમને બતાવી દઈએ કે જો તમારુ દિલ કોઈને પસંદ કરે છે પણ હજુ સુધી તમે તેને દિલની વાત નથી કરી તો આજનો દિવસ તમારા દિલની વાત કહેવા માટે એકદમ બેસ્ટ છે. તમે પિંક કલરનુ ગુલાબ તમારા પ્રેમી કે પ્રેમીકા પાસે લઈ જાવ.. પછી જો જો તમારે કશુ જ બોલવાની જરૂર નહી પડે.જો તમે તમારા ગાઢ પ્રેમને કોઈની સામે બતાવવા માંગો છો તો નાનકડું લાલ ગુલાબ હોવુ જોઈએ. હવે એક લાલ ગુલાબલઈને બસ તમારા લવિંગ પર્સન પાસે પહોંચી જાવ પછી જુઓ એ વ્યક્તિ તમરા પ્રેમના બદલામાં તમને કેટલો પ્રેમ આપે છે.લાલ ગુલાબ ફક્ત હસબંડ વાઈફ કે પછી લવર્સ જ નથી આપતા પણ એક પાંચ વર્ષની પુત્રી પણ પોતાના પિતાને રેડ રોઝ આપી શકે છે કે પછી એક 20 વર્ષનો પુત્ર પણ પોતાની 50 વર્ષની મમ્મીને આપી શકે છે.તો પછી મિત્રો મોડુ ના કરશો.. એક સુંદર ગુલાબ લઈને પહોંચી જાવ તમારા વ્હાલાઓ પાસે. પછી જો જો આજનો દિવસ તમારા સુંદર દિવસ તરીકે યાદગાર બની જશે.

નિઃશબ્દતા

મારા શબ્દો તને કયારેય ભીંજવી શકતા નથી,અને તારી નિઃશબ્દતા મને કાયમ કોરી ખાય છે..!!

Sunday, February 5, 2017

That's life.

Sweet lies. Bitter truths. That's life.

તણાવ

"તણાવ" સંભાળ કારણે ઉત્તપન્ન થાય છે..!!

મજબૂત લાગણીઓ

મજબૂત લાગણીઓ પણ સમાપ્ત થઈ જાય છે,જ્યારે તેને અવગણવામાં આવે છે..!!

Saturday, February 4, 2017

ઉદાહરણ

"ઉદાહરણ" આપવુ "સહેલુ" છે,"ઉદાહરણ" બનવુ "અઘરુ" છે..!!

'ચા' અને 'ચાહ'..!!

જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ...

'ચા' અને 'ચાહ'..!!

"સ્વજન"

"સ્વજન"

રોજિંદા જીવનની સાવ સામાન્ય વાતો જેની સાથે બહુ સારી રીતે થઈ શકે એ છે આપણા સાચા "સ્વજન"..!

"ખુદ-ખુશી"..!!

સૌના જીવનનું એક જ કેન્દ્ર હોય છે.."ખુદ-ખુશી"..!!

ભુલો

સમજાય ત્યારે સ્વિકારી લેવાતી ભુલો સુધારી લઈએ ત્યારે બીજી અનેક ભુલો અટકી જાય..

ગુસ્સો

"ગુસ્સો" એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદ ને "નુકશાન" કરવું..

Friday, February 3, 2017

પરીક્ષા

"કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને,
હજી કંઈ ભણ્યો પણ નથી, ને પરીક્ષા આવી ગઈ..!

જવાબ

દરેક લોકોને જવાબ આપવો જરૂરી નથી, જવાબ ના આપવો એ પણ એક જવાબ જ છે..

નાદાન

શું ખબર પડે "નાદાન" પંખીઓ ને કે,
માનવ "ચણ" ની સાથે "જાળ" પણ પાથરે છે..!!

Thursday, February 2, 2017

પરીક્ષા

"કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને,
હજી કંઈ ભણ્યો પણ નથી, ને પરીક્ષા આવી ગઈ..!