Sunday, December 31, 2023

'ધીમે ધીમે બધું સારું થઈ જશે' નો સાચો મતલબ એ છે કે 'ધીમે ધીમે સહનશક્તિ વધશે અને પછી ટેવ પડી જશે.'

'ધીમે ધીમે બધું સારું થઈ જશે' નો સાચો મતલબ એ છે કે 'ધીમે ધીમે સહનશક્તિ વધશે અને પછી ટેવ પડી જશે.'

Monday, October 23, 2023

મીઠું

પ્રત્યક્ષ મળીને કાયમ મીઠું હસતાં લોકો અનુપસ્થિતિમાં મીઠું પણ ભભરાવતાં હોય છે.🙄

Wednesday, October 4, 2023

બે વાત

જિંદગીમાં સફળ થવા માટે બે વાત હંમેશાં યાદ રાખવી..!
અપેક્ષાઓને આંખમાં અને મહત્ત્વકાંક્ષા માપમાં રાખવી..!!

Tuesday, October 3, 2023

કદર

કોઈ પણ કાર્યમાં વખાણ
થવા જરૂર નથી..
પણ કદર થવી જરૂરી છે.
    #𝚁𝚒𝚐𝚑𝚝  🙂

અસ્તિત્વ

શાંત રહી ને પણ દેખાય તે "નદીની વિશાળતા" છે, અને ઝરણાંઓને "અસ્તિત્વ સાબિત કરવા" અવાજ કરવો પડે છે...

Monday, October 2, 2023

માણસ ની કિંમત

માણસ ની કિંમત
બે વખતે જ થાય છે
ગરજ હોય ત્યારે
અને ગેરહાજર હોય ત્યારે... 🧐

Sunday, October 1, 2023

હળવાશથી કહેશો

હળવાશથી કહેશો 

તો કોઈની જોડે કડવાશ નહિ થાય..!!

સાચો સબંધ!

કામ ની વાત તો બધા સાથે થશે,
કામ વગર ની વાતો થાય એ જ઼ સાચો સબંધ!

વધારે સમજદાર અને વધારે મૂર્ખ

વધારે સમજદાર,
અને, વધારે મૂર્ખ, 
વચ્ચે કોઈ ફરક નથી હોતો
બંન્ને કોઇનું કહ્યુ માનતા નથી ... 🧐

જીવન

જીવન માં બધું જ એવું નહિ 
થાય કે જે આપણ ને ગમશે, 
ઘણું એવું પણ થશે કે જે ગમાડવું પડશે....🧐

સુંદર

સુંદર બનવું એ બહુ સરસ વાત છે...🫶
પણ સરસ બનવું એ બહુ સુંદર વાત છે…👌

સફળતાના કપડાં

સફળતાના કપડાં તૈયાર નથી મળતા
 એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ છે...🖊

વાણી

વાણી બતાવે છે સ્વભાવ કેવો છે.
દલીલ બતાવે છે જ્ઞાન કેવું છે.
#𝚁𝚒𝚐𝚑𝚝

ઉદારતાનું ઘાસ

ઉદારતાનું ઘાસ મોટેભાગે 
લુચ્ચાઈ ચરી જતી હોય છે..!🧐

ચહેરા ઉપરનું સ્મિત

ચહેરા ઉપરનું સ્મિત ક્યારેક સંતોષનુ હોય છે,
તો ક્યારેક સહનશક્તિનુ પણ હોય છે..🖊

માનવી

માનવી પાપ કરવા કોઈ પણ સમયની રાહ જોતો નથી..
જ્યારે પુણ્ય કર્મ કરવા તિથિ, વાર અને તહેવાર જોવે છે.. 🧐

સત્ય

જે સત્યને આપણે પચાવી ન શકીયે.. 
એને જાણવાનો કયારેય આગ્રહ ન કરવો...🍁

દુનિયા ની આંખો

દુનિયા ની આંખો બંધ હશે જ્યારે તમે કંઇક સારું કરતા હશો.!!
દુનિયા ની આંખો ચાર હશે જ્યારે તમારી કઈક ભૂલ પકડવાની હશે.!!
🧐

એડજસ્ટ

જે સમજે છે તેને જ બધા સમજાવે છે 
અને જે સમજતા નથી તેની સાથે બધા એડજસ્ટ થઈ જાય છે.
🧐

જ્ઞાન

જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન,
અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન...🖊

મહત્વ

આપણ ને 'કેટલા' ઓળખે છે એ મહત્વ નું નથી. 
'શા માટે' ઓળખે છે એ મહત્વનું છે.🧐

ઘમંડ

"ઘમંડ"
એટલે સુંદર સંબંધોની હત્યા કરતું હથિયાર...!!!
🧐

સમજદાર ને

સમજદાર ને હમેશાં જવાબદારી નડતી હોય છે.
બાકી શોખ અને સપના એના પણ ઉંચા હોય છે. !!🌺

કડકતા

તમારા સ્વરમાં થોડી કડકતા હોવી જરૂરી છે, 
🧐
જો દરિયો આજે ખારો ન હોત તો લોકો ગટગટાવી ગયાં હોત.

ભેદ

નમ્રતા અને નબળાઈ વચ્ચે નમેલી ડાળી અને તૂટીને લટકી રહેલી ડાળી જેટલો ભેદ છે.

શૂન્ય

શૂન્ય બનીને પણ સૌનું મુલ્ય વધારી શકાય છે,
🧐
બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ...!

દ્રષ્ટિકોણ

દરેકની પાસે સરખી આંખો છે પરંતુ
દરેકની પાસે સમાન દ્રષ્ટિકોણ નથી,
 બસ આજ વાત માણસને માણસથી અલગ કરે છે.
 *#જય_શ્રી_કૃષ્ણ*

જ્ઞાન

જ્ઞાન હોવું એ મહત્વની વાત નથી, તેનો 
સાચો ઉપયોગ કરવો એ મહત્વનું છે.
#Right..

વખાણ

વખાણ કર્યા વગર કોઈ ખુશ થતું નથી. 
અને ખોટું બોલ્યા વગર કોઈના વખાણ થતા નથી.
#𝚁𝚒𝚐𝚑𝚝.. ✍️

Thursday, July 13, 2023

એક નાનકડો ગુણાકાર

એક નાનકડો ગુણાકાર
સંબંધ x અપેક્ષા = શૂન્ય.. 🧐

Saturday, June 10, 2023

સલાહ

આપણે જીવનમાં
ચોક્કસ સફળ થઈશું જો
આપણે એ બધી સલાહો માનીશું જે
આપણે બીજાને આપીએ છીએ !!🧐

Sunday, June 4, 2023

બાળપણ

જીંદગી ના પુસ્તકમાં સૌથી સુંદર પાનું, બાળપણ નું હોય છે.

Saturday, June 3, 2023

મદદ

મદદ પણ અજીબ વસ્તુ છે,કરો તો લોકો ભૂલી જાય છે અને ના કરો તો લોકો યાદ રાખે છે...!

Friday, June 2, 2023

સંબંધ કરતાં સ્વાર્થ વધુ કિંમતી બની ગયો છે.

જે તમારી સામે તમારા વખાણ કરે છે,તમારી મોટી મોટી વાતો કરે છે,એજ તમારા ગયા પછી તમારી મજાક પણ ઉડાવી શકે છે, માટે કોઈના ઉપર જલ્દી વિશ્વાસ ના કરવો, હવે સંબંધ કરતાં સ્વાર્થ વધુ કિંમતી બની ગયો છે.

Sunday, May 21, 2023

ચુસકી

ચુસકી ' ચા' ની હોય કે પછી 'ચાહની'  એ હંમેશા સુખદ અનુભૂતિ જ કરાવે છે. ☕

Saturday, May 13, 2023

અહં

અહં કહે છે કોઈની પણ જરૂર નથી,
અનુભવ કહે ધૂળની પણ જરૂર પડે...

Friday, May 12, 2023

યાદી

આપણાં અંગતની યાદીમાં
આવતાની કયારેય કસોટી ના કરવી...
પરિણામ આવતાં જ યાદી ટૂંકી 
થઈ જશે...