Monday, March 25, 2024

મૌન

પ્રશંસા હૃદયથી કરવી, હસ્તક્ષેપ બુદ્ધિથી કરવો, વિશ્લેષણ વિવેક અને પ્રમાણિકતાથી કરવું, નહિતર મૌન સર્વશ્રેષ્ઠ છે...!!!

Wednesday, March 20, 2024

આવડત

આવડત એટલે સામી વ્યક્તિને દુશ્મન બનાવ્યા વિના તમારો મુદ્દો એને ગળે ઉતારવાની કળા....

Monday, March 18, 2024

બે શબ્દોમાં

બે શબ્દોમાં જ આપણું મહત્વ સમજાય જાય છે.
૧. ફ્રી થઈને વાત કરું.
૨. વાત કરવા માટે ફ્રી થવું.

તમે

કાશ તમે એ નીકળ્યા હોત જે તમે બતાવ્યું હતું, પણ તમે તો એ નીકળ્યા જે તમે છુપાવ્યું હતું.

Sunday, March 17, 2024

ભ્રમ

આવતીકાલે આપણા પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે.

પ્રેમ

પ્રેમ ક્યારેય અધૂરો નથી રહેતો,અધૂરી રહી જાય છે એકબીજા સાથે રહેવાની ઈચ્છા...!!

Saturday, March 16, 2024

પ્રેમ ની કોઈ વ્યાખ્યા નથી

પ્રેમ ની કોઈ વ્યાખ્યા નથી પરંતુ પ્રેમ જ બધી વ્યાખ્યાઓ નો અર્થ છે.તમામ તર્ક અને વિતર્ક થી ઉપર નો મર્મ એટલે પ્રેમ.કોઈ વ્યક્તિ શા માટે ગમે છે એના કોઈ કારણ નથી મળતા તેમ છતાં 
ગમે છે.ઉરે ઉભરાતા તરંગો અને ઉમંગો એટલે પ્રેમ પછી પ્રેમ ને રંગ શું અને રૂપ શું ? પ્રેમ થાય ત્યારે સૃષ્ટી એક સ્વપ્ન સૃષ્ટિ ની જેમ ધબકવા માંડે છે.પ્રેમ માં હોય ત્યારે માણસની આંખો 
એટલી રમણીય હોય છે કે મેઘધનુસ્ય પણ ઘરનું તોરણ લાગવા માંડે છે અને દરીયાઓના મોજા માં પણ મૃદુ સંગીત સંભળાય છે.કોઈ માણસને પ્રેમ ના થયો હોય એવું કયારેય બંને જ 
નહિ.ક્યારેક તો કોઈક ગમ્યું જ હશે,કોઈક ને તો છુપાય છુપાય ને જોયા જ હશે.કોઈક ની આંખો માં ડુબી જવાનું મન પણ થયું હશે અને પછી તો એના ચહેરા પર નું તલ જ જીંદગી નું 
કેન્દ્રબિંદુ બની જાય છે.પ્રેમ માં એવું પરમ તત્વ છુપાયેલું છે કે માણસની ઋતુજ બદલાય જાય છે......💞🌹💞

#અજ્ઞાત

Wednesday, March 13, 2024

નજરની પિચકારી

નજરની પિચકારી એમની, ગુલાલ છાંટે છે ;
રમે છે ગામ કોરા રંગથી અને એ વ્હાલ છાંટે છે.

Tuesday, March 12, 2024

વાણી

તમારી વાણી એક એવું વસ્ત્ર છે જો સમજ્યા વિના વાપર્યું તો આખું વ્યક્તિત્વ નિર્વસ્ત્ર થઇ જશે.

Monday, March 11, 2024

લાંબી જીભ

સમજાય તો..!!
લાંબી જીભ માણસનું કદ નાનું કરી નાખે છે..!!

Sunday, March 10, 2024

વધારે આપવા વાળાને

વધારે આપવા વાળાને હંમેશા છેતરવામાં આવે છે, ભલે એ પ્રેમ હોય સાથ હોય કે વિશ્વાસ.

कुबूल

मैं वो क्यूं बनू जो तुम्हे चाहिए, तुम्हे वो क्यूं कुबूल नहीं जो मैं हूं।।💞💔💞

મન

મનથી ઉતરી રહ્યા છે દિલમાં ઉતરી ગયેલા લોકો.
ન સમજાય તો બે વાર વાંચજો.

હરકત

લોકો પહેલાં એવી હરકત કરશે કે નજરથી ઉતરી જાય, અને પછી કહેશે કે તમે બહુ બદલાઈ ગયા છો....!!!!

ગુસ્સામાં

ગુસ્સામાં હું ક્યારેક ઊલટું સીધું બોલી જાઉં છું, પરંતુ દિલનો ખરાબ નથી..!!

હૈયામાં હરખ

હૈયામાં હરખ હોવો જોઈએ સંબંધ નિભાવવાનો, ખાલી વાતોના વાવેતર કરવાથી લાગણીઓ લીલીછમ ન થાય....!!!!

સંબંધો

સંબંધો રડાવવા લાગે ત્યારે એવા સંબંધોને અવગણતા શીખો જીવવું સરળ થઈ જશે....!!

Saturday, March 9, 2024

બધા

સમજાય તો....!
બધા સાથે બેસાય પરંતુ બધા જેવા બની ન જવાય....!!?

perfect moment

Never wait for a perfect moment, just take a moment, and make it perfect....!!

ટેવ

કોઈ માટે હંમેશા હાજર રહેવાની ટેવ,તમારું મહત્વ ઘટાડી દેતી હોય છે....!!

Tuesday, March 5, 2024

લડાઈ

જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના મન સાથે લડતો હોય છે,દુનિયા સાથે તો બધાને સમાધાન જ કરવું પડતું હોય છે....!!

ઉધાર - ક્રેડિટ

આ સત્ય સમજવું ઘણું અઘરું છે, ગરીબ લે તો "ઉધાર" અને અમીર કે તો "ક્રેડિટ".....!!

દલીલ

મૂર્ખ માણસ સાથે ક્યારેય દલીલમાં ન ઉતરવું,કેમકે પછી જોવા વાળાને બન્નેમાં ફરક ખબર નહિ પડે....!!