Tuesday, April 23, 2024

તને ગમે છે એટલે લખું છું...

તને ગમે છે એટલે લખું છું...
મારા શબ્દો માં તને જ શોધું છું...
આંખ બંદ કરું અને તને જ જોઉં છું...
બંદ આંખે તારી જ કલ્પના કરું છું...
હા, એવું પણ બને કે...
તું મળે અને હું કંઈ બોલી ન શકું...
પણ તું કોશિશ કરજે મારી આંખો વાંચવાની...
આપણે મળશું એ દિન હશે...
રાત હશે.. કે.. સાંજ હશે...
પણ ચોક્કસ એ સમય બહુ ખાસ હશે...!!❤️❤️

Friday, April 19, 2024

સંબંધ નિભાવવાની જવાબદારી

સમજાય તો....!!
અમુક વખતે "સત્ય" ખબર હોવા છતાં "શાંત" રહેવું પડે છે....!
તેને મર્યાદાની "ખામી" કહો કે "સંબંધ"નિભાવવાની જવાબદારી....!

દરરોજ વાત

દરરોજ વાત કરવાથી પ્રેમ થાય કે ન થાય પણ આદત જરૂર પડી જાય છે.

Wednesday, April 17, 2024

મિત્ર

સ્વાર્થ ખાતર શબ્દ જેણે પોચા રાખ્યાં છે, 
મિત્ર એવા મે જીવનમાં ઓછા રાખ્યા છે.

સમય

સમય ને ભલે પગ નથી હોતા પરંતુ, વિતેલા સમયના પગલાં કાયમ દેખાય  છે.

Monday, April 8, 2024

શબ્દો

જે અર્થ ન સમજે એના પર શબ્દો વ્યર્થ ન કરવા.

પોતાની સમજ

કોઈ પણ માણસ પોતાની ગેરસમજ, પોતાની સમજ મુજબ ઉભી કરે છે.

Monday, April 1, 2024

નવી દવા

એક નવી દવા નુ સંશોધન થયુ છે, 

મોઢા મા જીભ મુકી રાખવાથી ઘણી તકલીફો મા રાહત મળે છે..🙏🏻