Saturday, December 27, 2025

વાણી, વર્તન અને વિચાર

વાણી, વર્તન અને વિચાર
પોતાની કંપનીની પ્રોડક્ટ છે..
જેટલી ગુણવત્તા
ઊંચી રાખશો એટલી વધુ કિંમત મળશે !!

Friday, December 26, 2025

કિંમતી

આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે,
 મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી.

Wednesday, December 24, 2025

સંબંધ નું આયુષ્ય

આ દુનિયામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય
તમે જ્યાં સુધી કામ આવો" ત્યાં સુધીનું જ છે..!!

વિકલ્પ

જીંદગીની મુસાફરીમાં ભાગ્યે જ એવા માણસો મળે છે,
જેની પાસે છાંયડામાં ઊભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલે છે.

Sunday, December 21, 2025

ફરિયાદ

જીવનમા બસ એટલુ ધ્યાન રાખજો,
કે કોઈ નિર્દોષ વ્યક્તિ તમારી ફરિયાદ ભગવાનને ના કરી દે..

જાહેર જીવન

તમે જાહેર જીવનમાં હોવ કે પછી બહુ બધા લોકો તમને વાંચતા હોય

 ત્યારે ઘણીવાર તમે સત્ય બોલી કે લખી નથી શકતા.

લાગણી

હજારો લોકો સાથે સંબંધ રાખવાની
 જરૂર નથી,લાગણીથી
 જોડાયેલ એક વ્યક્તિનો સાથ
  પણ આખી દુનિયા બરાબર છે.!

સમય

જ્યારે ખરાબ સમય ચાલતો હોયને..
ત્યારે પાછળથી આવતો 
હસવાનો અવાજ 
લગભગ જાણીતો જ હોય છે !!

Wednesday, December 17, 2025

આ ખાલી જગ્યા મારી....💞

જગ્યા પણ તારી ને,
ખાલી જગ્યા પણ તારી,
તારા સિવાય કયા કોઇ થી પુરી થાય,
છે આ ખાલી જગ્યા મારી....💞

Sunday, November 16, 2025

દ્રષ્ટિ

ચશ્માની દુકાનમાંથી ચશ્મા માટે નવી ફ્રેમ ખરીદી શકાય છે,
પણ દ્રષ્ટિ તો આપણી સમજણ ઉપર જ નિર્ભર છે !!

Tuesday, November 11, 2025

માણસ

માણસ ભગવાનની પૂજા નથી કરતો,
પરંતુ તેમની મૂર્તિમાં છૂપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

Sunday, November 9, 2025

કર્મો

યોગ્યતાઓ 'કર્મો' માંથી જન્મે છે બાકી જન્મથી તો દરેક મનુષ્ય શૂન્ય જ હોય છે.

Tuesday, October 28, 2025

પરિવાર

"જ્યારે ઘરના નિર્ણય માટે બહારના લોકોની જરૂર પડે ત્યારે સમજી લેવું કે આપણો પરિવાર બરબાદ થઈ રહ્યો છે."

Saturday, October 25, 2025

દિવાળી

રજાઓ ખર્ચાઈ ગઈ અને જિંદગી જીવાઈ ગઈ,

થોડા જ કલાકોની હતી દિવાળી, સોશિયલ મીડિયામાં જ ઉજવાઈ ગઈ.

Friday, October 17, 2025

*સમતોલ જીવનમંત્ર* “નિયમથી બિન્દાસ્ત રહેવું એ જ બુદ્ધિશાળી સ્વતંત્રતા છે.”

*સમતોલ જીવનમંત્ર* 
“નિયમથી બિન્દાસ્ત રહેવું એ જ બુદ્ધિશાળી સ્વતંત્રતા છે.”

Monday, August 25, 2025

ચિત્રગુપ્ત

કોઈ ચિત્રગુપ્ત ચોપડા લખતો નથી.
:
આપણે જ આપણું ચિત્ર, ગુપ્ત રીતે દોરીએ છીએ.