dattu
Saturday, December 27, 2025
વાણી, વર્તન અને વિચાર
વાણી, વર્તન અને વિચાર
પોતાની કંપનીની પ્રોડક્ટ છે..
જેટલી ગુણવત્તા
ઊંચી રાખશો એટલી વધુ કિંમત મળશે !!
Friday, December 26, 2025
કિંમતી
આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે,
મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી.
Wednesday, December 24, 2025
સંબંધ નું આયુષ્ય
આ દુનિયામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય
તમે જ્યાં સુધી કામ આવો" ત્યાં સુધીનું જ છે..!!
વિકલ્પ
જીંદગીની મુસાફરીમાં ભાગ્યે જ એવા માણસો મળે છે,
જેની પાસે છાંયડામાં ઊભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલે છે.
Sunday, December 21, 2025
ફરિયાદ
જીવનમા બસ એટલુ ધ્યાન રાખજો,
કે કોઈ નિર્દોષ વ્યક્તિ તમારી ફરિયાદ ભગવાનને ના કરી દે..
જાહેર જીવન
તમે જાહેર જીવનમાં હોવ કે પછી બહુ બધા લોકો તમને વાંચતા હોય
ત્યારે ઘણીવાર તમે સત્ય બોલી કે લખી નથી શકતા.
લાગણી
હજારો લોકો સાથે સંબંધ રાખવાની
જરૂર નથી,લાગણીથી
જોડાયેલ એક વ્યક્તિનો સાથ
પણ આખી દુનિયા બરાબર છે.!
સમય
જ્યારે ખરાબ સમય ચાલતો હોયને..
ત્યારે પાછળથી આવતો
હસવાનો અવાજ
લગભગ જાણીતો જ હોય છે !!
Wednesday, December 17, 2025
આ ખાલી જગ્યા મારી....💞
જગ્યા પણ તારી ને,
ખાલી જગ્યા પણ તારી,
તારા સિવાય કયા કોઇ થી પુરી થાય,
છે આ ખાલી જગ્યા મારી....💞
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)