Tuesday, May 24, 2016

વેઇટ ન કર

હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;
બસ તું આવવામાં કદી લેઇટ ન કર.
પ્યાર ન કરવો હોય તો ન કર મને;
તારી મરજી, પણ મને હેઇટ ન કર.
મળતા મળતા મળી જશે તનમન;
વચમાં કોઈ ભીંત તું ક્રિયેટ ન કર.
ફકત લૉગ ઓન થા દિલ પર તું;
ભલે સ્ટેટસ તારું અપડેઇટ ન કર.
રાહ પ્રેમના હોય છે થોડા ટેઢામેઢા;
મજા તો જ છે, એને સ્ટ્રેઇટ ન કર.
થોડીક ભૂલો મને કરવા દે પ્રેમમાં;
તું ય કર,બધું જ એક્યુરેઇટ ન કર.
જેવી છું એવી જ રહેવા દે જે મને;
ખોટા વખાણી મને તું ગ્રેઇટ ન કર.
યાદમાં મારી નાહક આમ રડી રડી;
મસ્ત મસ્ત આંખો ઈરીટેઇટ ન કર.
તારા મૌનને સમજી જાય.
તારા અબોલાને ટ્રાન્સલેઇટ ન કર.

No comments:

Post a Comment