Tuesday, June 21, 2016

અઢી અક્ષરનું ચોમાસ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ !

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં !

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ !

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે !
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

Saturday, June 18, 2016

સંબંધ

એક ટીપું "સમજણનું" ને એક "લાગણીનો" ધોધ "અંગ અંગમાં" મ્હોરી ઉઠ્યો "સંબંધ" નામનો છોડ.....!!!!

પ્રેમ એટલે શું...?

પ્રેમ એટલે શું...?

કોઈ ગમે તે પ્રેમ કે...?
કોઈની આંખમાં ખોવાઈ જવું તે પ્રેમ...?

કોઈને સતત જોયા કરવાનું મન થાય તે પ્રેમ કે...?
કોઈને ભૂલતાં ના આવડે તે પ્રેમ...?

કોઈની ગમે દરેક વાત તે પ્રેમ કે...?
કોઈની અને આપણી પસંદગી મળતી આવે તે પ્રેમ...?

કોઈનું સ્વપ્નમાં આવવું તે પ્રેમ કે...?
કોઈના સહવાસમાં સ્વપ્ન જીવ્યા એવું લાગવું તે પ્રેમ...?

કોઈની પર વિશ્વાસ મુકવો તે પ્રેમ કે...?
કોઈનો વિશ્વાસ કદી ના તોડવો તે પ્રેમ...?

કોઈને માફ કરવા તે પ્રેમ કે...?
કોઈની અકારણ જ માફી માંગવી તે પ્રેમ...?

કોઈની પાસેથી કંઈ લેવું તે પ્રેમ કે...?
કોઈને માગ્યા વિના કંઈ આપવું તે પ્રેમ...?

કોઈને માટે મન રડે તે પ્રેમ કે...?
કોઈની યાદોમાં મન હસી પડે તે પ્રેમ...?

કોઈના વિના જીવી ના શકાય તે પ્રેમ કે...?
કોઈને ખાતર જીવવું તે પ્રેમ...?

કોઈની સંગે ચાલવું તે પ્રેમ કે...?
કોઈને માટે જિંદગીભર થંભી જવું તે પ્રેમ...?

કોઈક સુખમાં છે એનો આનંદ તે પ્રેમ કે...?
કોઈની સોબતમાં આનંદ મળે તે પ્રેમ...?

Tuesday, June 7, 2016

આકાંક્ષા

ઈચ્છા જો હોય, નિર્મળ ઝરણું થવાની ... તો પથ્થરો વચ્ચે પણ વહેતા રહીને આકાંક્ષા પાર કરવી પડે છે ...!!

નયન

જે નયન માં નફરત વસે છે, એ નયન આંસુ બની જશે...
ભૂલવા ની કોશિશ પણ ન કરશો...કોશિશ યાદ બની જશે...!!!

ભીનાશ

દુનિયા તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી,

માત્ર થોડાક લોકો છે
જે આંખોમાં ભીનાશ પારખી લે છે....!!

Thursday, June 2, 2016

પ્રેમની_પરિભાષા

#ગુજરાતી રસધારા
#પ્રેમની_પરિભાષા
#ßaNu_Gajjar

પ્રેમ કેટલો પ્રેમાળ શબ્દ છે હે ને મિત્રો..??
પ્રેમ બે અનજાન વ્યક્તિઓને નજીક લાવી દે છે...
પ્રેમ જે દુનિયાની ભીડમાં પણ એક નવી રંગીન દુનિયા વસાવે છે...
પ્રેમ બે દિલોની ધડકનને મહેસુસ કરતાં શીખવે છે...
પ્રેમ દુનિયાભરની ખુશીઓ તમારા દામનમાં બીછાવી દે છે...
પ્રેમ એકલતા ભરી એ સાંજમાં પણ કોઈ સાથે જ હોવાનો અહેસાસ કરાવે છે...
પ્રેમ જ વરસાદી મોસમમાં પ્રિયતમનાં આલિંગનનો અહેસાસ કરાવે છે...
પ્રેમ ધડકતા હૃદયને એક નવું જીવન જીવાડે છે... પ્રેમ અંધારી રાતમાં પણ ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાઓ દેખાડે છે...
પ્રેમ દુનિયાની બધી રસમો ભૂલી બસ એકમેકમાં ખોવાઈ જાય છે...
પ્રેમ ક્યારેક મીઠો ઝગડો તો ક્યારેક એકબીજાને મનાવી લે છે...
પ્રેમ ક્યારેક નાનાં બાળકની જેમ જીદી તો ક્યારેક બેબશ બનાવી દે છે...
પ્રેમ જે હજારો ખરાબી અને ભૂલો છતાં માફ કરી સાથ નિભાવે છે...
આ પ્રેમ ખરેખર બહુ જ ખૂબસૂરત હોય છે... પ્રેમ રડતી આંખોમાં પણ હાસ્ય લાવી દે છે,
તો ક્યારેક હસતી આંખોની પણ રડાવી દે છે... પ્રેમ દૂર છતાં તેનાં સાથ હોવાનો અહેસાસ કરાવે છે,
તો ક્યારેક પ્રિયતમથી દૂર જવાનો ડર સતાવશે છે...
ખુશનસીબ હોય છે એ લોકો જેમને કોઈ પ્રેમ કરવા વાળું મળે છે...
મિત્રો ક્યારેક વિચાર્યું છે આ પ્રેમ ના હોત તો આ દુનિયા કેટલી વિરાન હોત...!!!
આ પ્રેમ જ તો છે જે આપણને એકમેકથી હંમેશા જોડાયેલાં રાખે છે...
Plzzzzz કોઈને સાચાં દિલથી પ્રેમ કરતાં હોય તો તેને સંભાળીને રાખજો...
કેમ કે કોઈનો સાચો પ્રેમ મળવો ખૂબ મુશ્કેલ છે,
ને તેને નિભાવે તેનાથી પણ વધુ મુશ્કેલ છે...
બસ વધુ નહી લખી શકું મિત્રો...
કેમ કે આ પ્રેમ જ છે જે "બંસી" નાં મધુર સૂર ની "કવિતા" બનાવી દે છે...!!

✍બંસી મેસવાણીયા "બનુ" ✍