Thursday, February 29, 2024
Tuesday, February 27, 2024
નસીબ
નસીબની આગળ કોઈનું નથી ચાલતું પણ એટલું યાદ રાખજો કે , બાહોંમાં ભલે ને ગમે એ આવે મહેસૂસ તો એજ થશે જે આત્મામાં સમાયેલું હશે..🌹
Google
કોણ દિલ થી ચાહે છે?
એ Google નહીં કહે.
કોણ સાથ નિભાવશે?
એ Google નહીં કહે.
શ્વાસો ગણાવશે આખા મલકના,
કોણ ખરેખર જીવાડે છે
એ Google નહીં કહે.
ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ,
સ્વપ્ન ક્યારે આવે એ Google નહીં કહે.
ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ Google નહીં કહે.
સાથે છું કહી ને પણ જેઑ સાથે નથી,
એ છે કોની સાથે એ Google નહીં કહે.
સંબંધને મન ભરી માણી લેજો,
કોણ તમારી રાહ જુએ છે એ Google નહીં કહે. 🤔
Monday, February 26, 2024
Sunday, February 25, 2024
તું
હેતથી હળવી હથેળી દબાવી...
મારા હાથમાં હાથ પરોવી લે છે..!!
પછી..મારી ભરતી આવેલી આંખોમાં
વ્હાલ ભરી કપાળને ચૂમી લે છે..!!
અને..
બસ આ રીતે જ મારા હોઠની સઘળી
ચુપકીદી "તું" સાંભળી લે છે...!!
💞
Friday, February 23, 2024
ચાલીસી વટાવી ગયા બાદ હંમેશા આળસ કરતો પુરુષ
ચાલીસી વટાવી ગયા બાદ હંમેશા આળસ કરતો પુરુષ અચાનક જ જો વજન ઘટાડવા ચાલવા જાય, ચુસ્ત ડાયટીંગ કરે, ધોળા થયેલાં વાળમાં કલર કરવા લાગી જાય, લગરવગર પહેરાતા કપડાંને બદલે વ્યવસ્થિત ઈસ્ત્રી ટાઇટ કપડાં, પોલીસ કરેલા શૂઝ પહેરવા લાગે, એકલો એકલો હસી પડે, રોમેન્ટિક ગીત ગુનગુનાવે, એનો મતલબ...
એનો મતલબ એ નથી જે તમે સમજો છો! 😂
એક ઉંમર બાદ પુરુષોને પ્રેમમાં પડવા કરતાંય અગત્યના બીજા ઘણા કામ હોય શકે છે! Niyati Kapadia 😊
સાચું
સાચું....!!
સૌથી મુશ્કેલ કામ છે સમેટવું , પછી તે કોઈ વાત હોય, સંબંધ હોય કે વિખરાયેલું ઘર હોય....!!!
"હસીને" જોવામાં અને "જોઈને" હસવામાં ઘણો ફેર છે, એકથી "સંબંધ" બને છે અને બીજાથી "દિલ" તૂટે છે....
"હસીને" જોવામાં અને "જોઈને" હસવામાં ઘણો ફેર છે, એકથી "સંબંધ" બને છે અને બીજાથી "દિલ" તૂટે છે....
Thursday, February 22, 2024
ક્ષમતા
જે માણસ પોતાની જ ક્ષમતાને મર્યાદિત આંકે છે એ પોતાના જ માર્ગમાં સ્પીડબ્રેકર ખડું કરતા હોય છે. તકો અને શક્યતાઓ તો હોય જ છે, આપણે બસ હિંમત કરવાની હોય છે.
હિમલ પંડ્યા
આંખમાં કચરો જાય એટલે તરત આંખમાં પાણી આવે અને એને બહાર ધકેલી દે.
નાકમાં કચરો જાય એટલે તરત છીંક આવે અને એને બહાર ધકેલી દે.
શરીર પોતાને માટે જે હાનિકારક છે એને સાચવતું નથી.
જે જરૂરી નથી એ આપમેળે દૂર થઈ જતું હોય છે.
સંબંધોની અને જિંદગીની પણ આ વ્યવસ્થા ખૂબસૂરત છે.
હિમલ પંડ્યા
આમ લાગે કે સીધી સાદી છે,
જિંદગી બહુ હરામજાદી છે.
દિલમાં દબાયેલી વાતોનું વ્યાજ
દિલમાં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહિ મળે અને ભાડું પણ નહિ,.....
એટલે દિલની વાતો Share કરતાં શીખો...!
કદાચ તમને તમારી લાગણીમાં Invest કરનાર વ્યક્તિ મળી જાય....!!💞
Wednesday, February 21, 2024
એક વ્યક્તિ અનેક વ્યક્તિઓ ને ચાહી શકે ....છુપાવ્યા વગર જાહેર કરે એ સાચા....
એક વ્યક્તિ અનેક વ્યક્તિઓ ને ચાહી શકે ....છુપાવ્યા વગર જાહેર કરે એ સાચા....
કન્ફ્યુજન
કોઈને " I love you " કહ્યા પછી પ્રત્યુત્તર માં..
" i love you too " રીપ્લાય મળે એટલે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. દુનિયા રંગીન બની જાય પણ આ વાક્યના બે અર્થ થાય છે...
" હું પણ તને પ્રેમ કરુછું . "
" હું તને પણ પ્રેમ કરુછું. "
હવે દિવા પ્રગટ્યા હોય એને પ્રગટેલા રાખવા કે હોલવી નાખવા એ પછી કન્ફ્યુજન થઈ જાય. 😂😂
never lie to yourself....
If you want to be successful, you must respect one rule: never lie to yourself....
Tuesday, February 20, 2024
Monday, February 19, 2024
પૈસો એ સેક્સ જેવો છે.
પૈસો એ સેક્સ જેવો છે. ન હોય ત્યારે ફક્ત એના જ વિચારો આવે
અને હોય ત્યારે
બીજા કશાકના.
Sunday, February 18, 2024
ખોટા હાસ્ય
ક્યારેક એકલામાં એમજ રોવું પણ પડે છે, આખા દિવસના ખોટા હાસ્ય ને રાત્રે ધોવું પણ પડે છે....!!
Saturday, February 17, 2024
પ્રેમમાં
પ્રેમમાં ભેટ થી વધારે સમય, સમયથી વધારે વિશ્વાસ અને વિશ્વાસથી વધારે સત્યની જરૂર હોય છે....!!
ખરું શું છે?શું ખોટું છે?
ખરું શું છે?શું ખોટું છે? કશું સમજી નથી શકતો.
ભરોસા પર જીવું છું એટલે પરખી નથી શકતો.
સમાવું છું બધુંયે ભીતરે,મારી ફરજ માની;
સમંદર છું, તમારી જેમ હું છલકી નથી શકતો!
હૃદયના રેશમી સંબંધની કેવી છે મજબુરી?
તમારી યાદ આવે છે છતા તડપી નથી શકતો!
પવનનાં જોરથી વિખરાઈ જાતાં વાદળાં જેમજ,
ભરેલો છું છલોછલ એ છતાં વરસી નથી શકતો.
ભલે પથ્થર પડે છે રોજ ત્યાં વરસાદની માફક;
'અગન' કિન્તુ એ મારો રાહ છે, બદલી નથી શકતો.
-'અગન' રાજ્યગુરુ
વિશ્વાસ
વિશ્વાસ એક નાનો શબ્દ છે, વાંચતા ફકત એક સેકન્ડ લાગે, વિચારતા એક મિનિટ લાગે, પણ સાબિત કરવામાં આખી જિંદગી લાગે....
બધું મળે છે આ દુનિયામાં પ્રેમ પણ , દોસ્તી પણ અને દગો પણ....!
બધું મળે છે આ દુનિયામાં પ્રેમ પણ , દોસ્તી પણ અને દગો પણ....!
કોઈ પણ સંબધમાં જુઠને કોઈ સ્થાન નથી
કોઈ પણ સંબધમાં જુઠને કોઈ સ્થાન નથી. હસી-મજાકમાં થોડુ જુઠુ બોલીએ તો ચાલે, પરંતુ જો દરેક વાતમાં જુઠનો સહારો લેવામાં આવતો હોય તો આવા જીવનસાથીની પસંદગી કરવી યોગ્ય નથી.
Friday, February 16, 2024
Accept
Accept your past without regret, handle your present with confidence, and face your future without fear.
અફસોસ વિના તમારા ભૂતકાળને સ્વીકારો, આત્મવિશ્વાસ સાથે તમારા વર્તમાનને સંભાળો અને ડર્યા વિના તમારા ભવિષ્યનો સામનો કરો.
Thursday, February 15, 2024
#એક દિવસ....
એણે કહ્યું હું તને પ્રેમ કરું છું,મેં કહ્યું હું પણ કરું છું,એણે કહ્યું હું તારી સાથે આખી જિંદગી પસાર કરવા માંગુ છું.
મેં કહ્યું હું પણ આખી જિંદગી પસાર કરવા માંગુ છું,એણે કહ્યું હું તારા વિના જીવી નહી શકું,મેં કહ્યું હું તારા વિના જીવી નહી શકું.
એણે કહ્યું હથેળી ઉપર ચાંદ ઉગાડી આપીશ,મેં કહ્યું દુનિયાને તારા કદમો મા ધરી દઈશ.
#એક દિવસ.... એક દિવસ એણે કહ્યું કે,હવે તારી સાથે જીવી શકું એમ નથી મારી જિંદગીમાં અન્ય વ્યકિત છે જેની સાથે બાકીનું જીવન જીવવાની દિલ થી ઈચ્છા છે અને હું કહી શકુ એમ નહતો.😞
પ્રેમ
અડ્યા વગરનો સ્પર્શ મળવા માટેની તડપ વ્યસ્ત હોવા છતાં પણ યાદ આવે,હૃદયમાં બેચેની અનુભવાય,નસીબમાં ના હોવા છતાં પણ એની યાદમાં ખોવાયેલું રહેવું....
એનું નામ " પ્રેમ "....
પ્રગતિ
પ્રગતિ એટલી થઈ છે કે હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિને જોઈ અને સાંભળી શકો છો... અને પતન એટલું થયું છે કે નજીક બેઠેલી વ્યક્તિની તકલીફ અને દર્દ દેખાતું નથી...
Tuesday, February 13, 2024
પ્રેમ
કોઈને આ૫ણા બંધનમાં રાખવું તે પ્રેમ નથી પણ તેના નિર્ણય ને માન આપી તેને સ્વતંત્રતા આપવી તે પ્રેમ છે.
પ્રેમ બાંધતો નથી, મુકત રાખે છે.પ્રેમ જડતાથી ના થાય પણ પ્રામાણિકતાથી થાય છે. તમે જેને પ્રેમ કરો છો તેને સુખી કરવાનો ભાવ રાખવો.ટૂંકમાં કહું તો જ્યાં પામવા કરતા આપવાનો ભાવ છે તે પ્રેમ છે.
વરસાદની કિંમત
જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, બાકી સુકા રણમાં વરસાદની કોઇ કિંમત નથી હોતી !!
મન ખોલીને સ્પષ્ટતા
સંબંધ તોડતા કે ઓછો કરતાં પહેલાં હંમેશા મન ખોલીને સ્પષ્ટતા કરી લેવી,બની શકે કે સંબંધ છે એના કરતાં વધુ ગાઢ બની જાય.
"મેં ક્યાં કહીયું હતું???"
કોઈ ને વધારે પડતી ખુશી આપવાની કોશિશ કરતા નહિ, બાદ માં તો આજ સાંભળવા મળશે...
"મેં ક્યાં કહીયું હતું???"
Monday, February 12, 2024
પ્રેમની માયાજાળ
છેતરપિંડી કરવાના હજાર રસ્તાઓ છે પણ.... પ્રેમની માયાજાળમાં ફસાવીને છેતરવું એ સૌથી ધૃણાસ્પદ અને છેલ્લી કક્ષાનું કૃત્ય છે..!!
સંબંધો
ફરજ રૂપે પુછવું પડે એનાં કરતાં ખુશીથી જણાવવાની મજા વિશેષ હોય છે....સંબંધો સજા ન બનવા જોઈએ અને તો સજાવવાના હોય છે...
શ્રેષ્ઠ જીવન
જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ. પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય.
હું તારી યાદો માં પણ નથી,તું મને શબ્દ શબ્દ યાદ છે.
હું તારી યાદો માં પણ નથી,તું મને શબ્દ શબ્દ યાદ છે.
આત્મસન્માન
અભિમાન માટે નહિ, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે જીવનમાં કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે.
Sunday, February 11, 2024
Saturday, February 10, 2024
હવા
જેટલી અહી ધારણા દેખાય છે, એટલી ક્યા શક્યતા દેખાય છે..
પારદર્શક હોય ફુગ્ગો છતા ,
ક્યા ભીતરની 'હવા' દેખાય છે ???
Subscribe to:
Comments (Atom)