જીવન એટલે બનેલી અને ન બનેલી ઘટનાઓનો સરવાળો..!!
Tuesday, February 13, 2018
Monday, February 12, 2018
Sunday, February 11, 2018
Wednesday, February 7, 2018
"I love you"
દોડતી ફુદકતી
ખિસકોલીએ...
તાજી ખીલતી
કૂંપળના કાનમાં
ધીરે થી કહ્યું :
"I love you"
વસંત મહોરી ! ❤
_Via Messenger_
દુનિયામાં એક જ સૂત્ર થી ચાલવું,જયાં વટ ત્યાં સબંધ કટ..!!!
દુનિયામાં એક જ સૂત્ર થી ચાલવું,જયાં વટ ત્યાં સબંધ કટ..!!!
बदलते लोग,बदलते रिश्ते और बदलता मौसम
बदलते लोग,बदलते रिश्ते और बदलता मौसम,चाहे दिखाई ना दे,मगर महसूस जरूर होते हैं...
જીભ પરની ઈજા
"જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....,
"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .
Tuesday, February 6, 2018
રંગોળી કે મેઘધનુષ
દુનિયા માં રંગ ઘણા છે,પણ રંગોળી કે મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે..
◆સુપ્રભાત..🌼
વ્યક્તિત્વ
તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે,કોઈપણ વ્યક્તિની આદતો ના આધારે મત બાંધવો જોખમી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.🥀
Monday, February 5, 2018
ક્ષણિક પ્રેમ
ક્ષણિક પ્રેમ એ એક સંબંધ બની જાય છે, તે બંધન બની જાય છે, કારણ કે ત્યાં અપેક્ષાઓ હોય છે અને ત્યાં માગણીઓ હોય છે અને નિરાશાઓ હોય છે, અને બન્ને પક્ષોના પ્રભુત્વ માટે પ્રયત્ન કરવો પડે છે. તે સત્તા માટે સંઘર્ષ બની જાય છે..🥀
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…
અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…
- પ્રિયકાંત મણીયાર
તું મિત્ર છે..
તું વૃક્ષનો છાંયો છે,
નદીનું જળ છે..
ઊઘડતા આકાશનો ઉજાસ છે
તું મિત્ર છે.
તું થાક્યાનો વિસામો છે,
રઝળપાટનો આનંદ છે..
તું પ્રવાસ છે, સહવાસ છે..
તું મિત્ર છે.
તું એકની એક વાત છે,
દિવસ અને રાત છે,
કાયમી સંગાથ છે..
તું મિત્ર છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું
હું છલકાઉં ત્યારે તને ગાઉં
હું તો બસ તને ચાહું..
તું મિત્ર છે.
તું વિરહમાં પત્ર છે,
મિલનમાં છત્ર છે..
તું અહીં અને સર્વત્ર છે !
તું મિત્ર છે.
તું બુદ્ધનું સ્મિત છે,
તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન
અને નિત છે !
તું મિત્ર છે.
તું સ્થળમાં છે,
તું પળમાં છે;
તું સકળમાં છે
અને તું અકળ છે !
તું મિત્ર છે..
-Via Messenger..
કેમ છે....?
કેમ છે....?
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પુછે કે કેમ છે...?
આપણે તો કહીએ દરિયાશી મોજમાં
ને ઉપરની કુદરતની રહેમ છે......
ફાટેલાં ખીસ્સાની આડમાં મુકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઉભુ ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળુ વસાય નહીં એવડી પટારી માં
આપણો ખજાનો હેમખેમ છે
આપણે તો કહીએ કે.....
આંખો માં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદર ને હોતી
સુરજ તો ઉગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે
આપણે તો કહીએ કે......
★ધ્રુવ ભટ્ટ
- Via Messenger
કેસૂડો કામણગારો જી લોલ.
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
પ્રતીક
કોઈ વ્યક્તિ હંમેશાં સ્મિત કરે છે તો, તેનો અર્થ એ નથી કે તેનું જીવન સંપૂર્ણ છે. પરંતુ તે સ્મિત આશા અને શક્તિનું પ્રતીક છે.🥀
Sunday, February 4, 2018
સાચું કડવું સત્ય
ગાજર નો હલવો બનાવવા માટે મહિલાઓ
૧૨૦૦ रू/કિલો કાજુ
૮૦૦ रू/કિલો બદામ અને ડ્રાયફ્રુટ અને ૭૦૦ રૂપિયે કિલો દેશી ઘી આ બધુજ ખરીદી ને રાખશે
પણ ગાજર નો ભાવ જ્યા સુધી
૧૦ रू ના દોઢ કિલો ના થઇ જાય ત્યાં સુધી હલવો બનાવવા નો પ્રોગ્રામ પેન્ડિંગ જ રાખશે ....!
બોલો હવે આમાં દેશ નો ખેડૂત ક્યાંથી સુખી / બે પાંદડે થાય ...! ?
સાચું કડવું સત્ય
Saturday, February 3, 2018
ગુસ્સો
"ગુસ્સો" એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદ ને "નુકશાન" કરવું..
પ્રારબ્ધ અને પુરુષાર્થ
પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જ્યાં તેઓ મળે છે ત્યાં અદ્ભૂત સફળતા પ્રગટે છે..
Friday, February 2, 2018
Thursday, February 1, 2018
सा विद्या या विमुक्तये । मनुष्य को मुक्ति दिलाये वही विद्या है ।
सा विद्या या विमुक्तये । मनुष्य को मुक्ति दिलाये वही विद्या है ।