હું December
અને તું January
લાગીએ
સાવ નજીક
અને અંતર વર્ષોનું....
Saturday, December 31, 2016
જીંદગી
જીંદગી જેટલું છીનવી લે છે,એનાથી વધારે પણ આપે છે..
બસ આપણામાં એને પહોંચી વળવાની તાકાત હોવી જોઈએ..!!
સારી વ્યક્તિ
સારી વ્યક્તિ પસંદ નહિં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિ પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે..
Friday, December 30, 2016
શબ્દો નું મૂલ્ય
શબ્દો ભલે "વજનદાર" હોય, પરંતુ જો "પ્રભાવશાળી" ના હોય તો એવાં શબ્દો નું કોઈ "મૂલ્ય" નથી...
વજનદાર -> અધિકૃત, સંગીન
પ્રભાવશાળી -> આલિશાન, ભવ્ય
Thursday, December 29, 2016
મેઘધનુષ
દરેક વ્યક્તિ જીવન માં માત્ર સુખ ની જ આશા રાખે છે, કોઈને પણ દુઃખ જોઈતું નથી, પરંતુ દુઃખ ના થોડા વરસાદ વગર જીવન માં સુખ ના "મેઘધનુષ" નો આનંદ માણી શકાતો નથી..
તું મને ગમે છે
તું મને ગમે છે કારણકે, તું કોઈપણ શર્ત વિના મને ચાહે છે...
તું જીવનના દરેક રંગ થી પૂર્ણ છે, છતાં તે મારી દરેક અપૂર્ણતા ને ચાહી છે..
એક ‘તારુ’જ નામ
હોઠે કવિતા, હાથે કલમ, આંખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે..
Wednesday, December 28, 2016
Notification
જયારે એના "message" ના બધા "notification" બંધ હોઈ પણ એનો "message" આવે એટલે "દિલ" માં "notification" આવે એ "પ્રેમ"...💞
Tuesday, December 27, 2016
નજરમાં નજર મળી
બન્નેની નજરમાં નજર મળી,
કદમ એકબીજા તરફ વઘવા આતુર હતા...
પણ છેવટે મનનું માની બન્ને પાછા વળી ગયા..
રૂપ
નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે. બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે..
પ્રેમ અને સાંત્વના
સંબંધો નાં નામ કંઈપણ હોય, દરેક વ્યક્તિ ને તલાશ માત્ર પ્રેમ અને સાંત્વના ની હોય છે...
વળગણ
ક્યાંક મોકળાશ, ક્યાંક મોળાશ,ક્યાંક સગપણ, ને ક્યાંક ગળપણ સંબંધો ને પણ..કંઈ કેટલાય હોય છે...વળગણ!!
ઉખાણું
જયારે તારી આંખો માં જોયું મને એક ઉખાણું મળ્યું
તરતા તો આવડતું હતું પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું ..💞
સૌથી સુંદર
🌹🌹☄☄🌹🌹
બાગ નું સૌથી સુંદર ગુલાબ કહી દઉં હું,🌹
🌹❣❣🌹
દિલ ચાહે છે તને પ્રેમ નું પુસ્તક કહી દઉં📖
☄☄🌹🌹🌹
મૌન નું મહત્વ
મૌન નું મહત્વ ને નયન ની પરિભાષા જાણે ,જીવન રૂપી ગણિત નો ન ઉકેલાયો કોયડો,સમજવું ને સમજાવવું બંને છે અઘરું,અંતર ના ઊંડાણ નો અંધારો ઓરડો...!!!!
સેતુ
બે કિનારા નહીં મળે,એવું કહીને બધા બેસી રહયા....!!! કોઈ પણ કહેતું નથી કે,ચાલ આપણે સેતું બાંધીએ...!!!
લોકવાણી
જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. એટલે તો લોકવાણીમાં કહ્યું છે ને કે :
”બ્રાહ્મણનું ગ્યું જમવામાં,ભવાયાનું ગ્યું રમવામાં,કણબીનું ગ્યું કૂવામાં,ને ભરવાડનું ગ્યું ભૂવામાં,વાતે રીઝે વાણિયો, રાગે રીઝે રજપૂત,બ્રાહ્મણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત.”
આપણું મન
સમજાય તો..!!
આપણું મન પણ ક્યારેક ક્યારેક હેંગ થઈ જાય છે અને એને થોડીકવાર બંધ કરીને,વિરામ આપીને પછી રિબૂટ કરવું પડે છે.
આપણા મનને પણ "કન્ટ્રોલ + ઓલ્ટર + ડિલીટ" ની જરૂર પડે છે...
અનપેક્ષિત
જ્યારે "તમે" સૌથી અનપેક્ષિત "સમયે" સૌથી અનપેક્ષિત "વ્યક્તિ" સાથે "પ્રેમ" માં પડો એજ "શ્રેષ્ઠ પ્રેમ" છે..💞
Friday, December 9, 2016
🌹
કહેવુ ઘણુ ઘણુ છે બોલી શકાય નહી.
બોલ્યા વિના એ કહી દે,શુ એવુ ન થાય કઈ?
હેયાને બોલવુ છે હોઠો છે ચુપ શરમમા.
શબ્દોને ભુલ્યો નથી હુ.....
જોયી શકાય નહી...
કહેવુ ઘણુ ઘણુ છે..!!
લાગે છે આજે મનને પળ પળનો સ્વાદ મીઠો,
શરણાઈ થઈ શરમની ને આનંદ આજ દીઠો.
ખિલતુ કશુક અંદર,ઘુમર બની અત્તર
વાગી રહ્યુ જીવનમા કોઈ ઝીણુ જંતર..
છલકાતા સુર એના,હૈયે સમાય નઈ..
બોલ્યા વિના યૈ કહી દે શુ એવુ ન થાય કઈ...💞💘💞
💞💝💞
कैसे कह दूँ कि मुलाकात नहीं होती है
रोज़ मिलते हैं मगर बात नहीं होती है||
जब भी मिलते हैं तो कहते हैं कैसे हो
इस से आगे तो कोई बात नहीं होती है||
💞💝💞
Monday, November 28, 2016
Wednesday, July 27, 2016
typing.....typing
નીંદર ને કોઈ જરાક કહી દયો આજ જરાક મોડી આવે...
હજી તો હમણાજ ચાલુ થયું છે એમનું typing....typing
Wednesday, July 20, 2016
Tuesday, June 21, 2016
અઢી અક્ષરનું ચોમાસ
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ !
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !
ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં !
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ !
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે !
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !
Saturday, June 18, 2016
પ્રેમ એટલે શું...?
પ્રેમ એટલે શું...?
કોઈ ગમે તે પ્રેમ કે...?
કોઈની આંખમાં ખોવાઈ જવું તે પ્રેમ...?
કોઈને સતત જોયા કરવાનું મન થાય તે પ્રેમ કે...?
કોઈને ભૂલતાં ના આવડે તે પ્રેમ...?
કોઈની ગમે દરેક વાત તે પ્રેમ કે...?
કોઈની અને આપણી પસંદગી મળતી આવે તે પ્રેમ...?
કોઈનું સ્વપ્નમાં આવવું તે પ્રેમ કે...?
કોઈના સહવાસમાં સ્વપ્ન જીવ્યા એવું લાગવું તે પ્રેમ...?
કોઈની પર વિશ્વાસ મુકવો તે પ્રેમ કે...?
કોઈનો વિશ્વાસ કદી ના તોડવો તે પ્રેમ...?
કોઈને માફ કરવા તે પ્રેમ કે...?
કોઈની અકારણ જ માફી માંગવી તે પ્રેમ...?
કોઈની પાસેથી કંઈ લેવું તે પ્રેમ કે...?
કોઈને માગ્યા વિના કંઈ આપવું તે પ્રેમ...?
કોઈને માટે મન રડે તે પ્રેમ કે...?
કોઈની યાદોમાં મન હસી પડે તે પ્રેમ...?
કોઈના વિના જીવી ના શકાય તે પ્રેમ કે...?
કોઈને ખાતર જીવવું તે પ્રેમ...?
કોઈની સંગે ચાલવું તે પ્રેમ કે...?
કોઈને માટે જિંદગીભર થંભી જવું તે પ્રેમ...?
કોઈક સુખમાં છે એનો આનંદ તે પ્રેમ કે...?
કોઈની સોબતમાં આનંદ મળે તે પ્રેમ...?
Tuesday, June 7, 2016
આકાંક્ષા
ઈચ્છા જો હોય, નિર્મળ ઝરણું થવાની ... તો પથ્થરો વચ્ચે પણ વહેતા રહીને આકાંક્ષા પાર કરવી પડે છે ...!!
નયન
જે નયન માં નફરત વસે છે, એ નયન આંસુ બની જશે...
ભૂલવા ની કોશિશ પણ ન કરશો...કોશિશ યાદ બની જશે...!!!
ભીનાશ
દુનિયા તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી,
માત્ર થોડાક લોકો છે
જે આંખોમાં ભીનાશ પારખી લે છે....!!
Thursday, June 2, 2016
પ્રેમની_પરિભાષા
#ગુજરાતી રસધારા
#પ્રેમની_પરિભાષા
#ßaNu_Gajjar
પ્રેમ કેટલો પ્રેમાળ શબ્દ છે હે ને મિત્રો..??
પ્રેમ બે અનજાન વ્યક્તિઓને નજીક લાવી દે છે...
પ્રેમ જે દુનિયાની ભીડમાં પણ એક નવી રંગીન દુનિયા વસાવે છે...
પ્રેમ બે દિલોની ધડકનને મહેસુસ કરતાં શીખવે છે...
પ્રેમ દુનિયાભરની ખુશીઓ તમારા દામનમાં બીછાવી દે છે...
પ્રેમ એકલતા ભરી એ સાંજમાં પણ કોઈ સાથે જ હોવાનો અહેસાસ કરાવે છે...
પ્રેમ જ વરસાદી મોસમમાં પ્રિયતમનાં આલિંગનનો અહેસાસ કરાવે છે...
પ્રેમ ધડકતા હૃદયને એક નવું જીવન જીવાડે છે... પ્રેમ અંધારી રાતમાં પણ ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાઓ દેખાડે છે...
પ્રેમ દુનિયાની બધી રસમો ભૂલી બસ એકમેકમાં ખોવાઈ જાય છે...
પ્રેમ ક્યારેક મીઠો ઝગડો તો ક્યારેક એકબીજાને મનાવી લે છે...
પ્રેમ ક્યારેક નાનાં બાળકની જેમ જીદી તો ક્યારેક બેબશ બનાવી દે છે...
પ્રેમ જે હજારો ખરાબી અને ભૂલો છતાં માફ કરી સાથ નિભાવે છે...
આ પ્રેમ ખરેખર બહુ જ ખૂબસૂરત હોય છે... પ્રેમ રડતી આંખોમાં પણ હાસ્ય લાવી દે છે,
તો ક્યારેક હસતી આંખોની પણ રડાવી દે છે... પ્રેમ દૂર છતાં તેનાં સાથ હોવાનો અહેસાસ કરાવે છે,
તો ક્યારેક પ્રિયતમથી દૂર જવાનો ડર સતાવશે છે...
ખુશનસીબ હોય છે એ લોકો જેમને કોઈ પ્રેમ કરવા વાળું મળે છે...
મિત્રો ક્યારેક વિચાર્યું છે આ પ્રેમ ના હોત તો આ દુનિયા કેટલી વિરાન હોત...!!!
આ પ્રેમ જ તો છે જે આપણને એકમેકથી હંમેશા જોડાયેલાં રાખે છે...
Plzzzzz કોઈને સાચાં દિલથી પ્રેમ કરતાં હોય તો તેને સંભાળીને રાખજો...
કેમ કે કોઈનો સાચો પ્રેમ મળવો ખૂબ મુશ્કેલ છે,
ને તેને નિભાવે તેનાથી પણ વધુ મુશ્કેલ છે...
બસ વધુ નહી લખી શકું મિત્રો...
કેમ કે આ પ્રેમ જ છે જે "બંસી" નાં મધુર સૂર ની "કવિતા" બનાવી દે છે...!!
✍બંસી મેસવાણીયા "બનુ" ✍
Wednesday, May 25, 2016
સંબંધો
કેટલાક સંબંધો
ગુલમહોરિયા કે પછી ગરમાળિયા હોય છે;
ભરઉનાળે આંખોને ટાઢક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.
કેટલાક સંબંધો
બોગનવેલિયા હોય છે;
સુગંધ નહિ, ફક્ત શોભા વધારનારા.
કેટલાક સંબંધો
બાવળિયા હોય છે;
ઉપયોગી, તો ય કાંટાળા.
કેટલાક સંબંધો
વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.
કેટલાક સંબંધો
વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા,
તો કેટલાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે.
કેટલાક સંબંધો
ગુલાબી, તો કેટલાક મોગરાની મહેક જેવા હોય છે.
અને કેટલાક સંબંધો
'ઓફિસ ફૂલાવર્સ' જેવા હોય છે,
સવારે ખીલે અને સાંજે બિડાઇ જાય..💞
- ગુણવંત શાહ
Tuesday, May 24, 2016
એક કડવો અનુભવ
સમય જયારે ખરાબ હોય અને ખીચ્ચામાં એક પણ રૂપિયો ના હોય અને હાથમાં કામ નાં હોય ત્યારે તે લોકો ને તેને લાત મારતા વાર નથી લાગતી..
(એક કડવા અનુભવ પરથી)
વેઇટ ન કર
હું ન આવું તો તું બહુ વેઇટ ન કર;
બસ તું આવવામાં કદી લેઇટ ન કર.
પ્યાર ન કરવો હોય તો ન કર મને;
તારી મરજી, પણ મને હેઇટ ન કર.
મળતા મળતા મળી જશે તનમન;
વચમાં કોઈ ભીંત તું ક્રિયેટ ન કર.
ફકત લૉગ ઓન થા દિલ પર તું;
ભલે સ્ટેટસ તારું અપડેઇટ ન કર.
રાહ પ્રેમના હોય છે થોડા ટેઢામેઢા;
મજા તો જ છે, એને સ્ટ્રેઇટ ન કર.
થોડીક ભૂલો મને કરવા દે પ્રેમમાં;
તું ય કર,બધું જ એક્યુરેઇટ ન કર.
જેવી છું એવી જ રહેવા દે જે મને;
ખોટા વખાણી મને તું ગ્રેઇટ ન કર.
યાદમાં મારી નાહક આમ રડી રડી;
મસ્ત મસ્ત આંખો ઈરીટેઇટ ન કર.
તારા મૌનને સમજી જાય.
તારા અબોલાને ટ્રાન્સલેઇટ ન કર.
ભરપૂર મોસમ મોકલ
"ભરપૂર મોસમ મોકલ"
ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને
ઋતુઓ ની રાણી મોકલ
ઝરમર ઝરમર પોરાં મોકલ
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ
લીલીછમ લીલોતરી મોકલ
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ
ત્રાંસો મીઠો વરસાદ મોકલ
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ...
Exam
Very true poem for parents whose child is appearing for board exams :
“કવિતાની છાલ તમે છોડો કે,
દીકરો દસમામાં આવ્યો
કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો
ટેનીસથી ઉંચક્યો ને સ્વીમીંગમાં નાખ્યો,
અર્ધો ભીંજાયો કે સ્કેટિંગમાં નાખ્યો,
સાન્તાક્લોઝ લાવ્યા ને દાદા ભૂલાયા,
ડેડી ને ડેડ કીધું ત્યારે હરખાયા,
ભલે હાંફ્યો ને તોય કહ્યું, “દોડો !” કે દીકરો દસમામાં આવ્યો.
દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઇચ્છાનું ભારણ વધાર્યું,
ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભી એ ન વિચાર્યું –
આ દીકરો કે રેસ તણો ઘોડો ! કે દીકરો દસમામાં આવ્યો.
હાલરડાં ગાઈ જેને હેતે સુવાડ્યો,
કાચી નીંદરમાંથી એને જગાડ્યો,
ભણતરના ભાર તણો થેલો ઉપાડ્યો,
આંખો ન ઉઘડી ત્યાં ચોપડો ઉઘાડ્યો !
એ તો સપનું જોવામાં પડે મોડો કે
દીકરો દસમામાં આવ્યો.
સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?
સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?
કૈક એની મરજી પર તો છોડો કે દીકરો દસમામાં આવ્યો.
ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે,
લોકોની લાય ભોગ છોકરાનો લેશે,
કરગરતા મા-બાપો ભિક્ષુક ને વેશે,
ભણતરની આ હાલત ઋષીઓના દેશે ?
કોક વિરલા હવે આ વિષચક્ર તોડો કે
દીકરો દસમામાં આવ્યો.