Tuesday, December 11, 2018

પ્રેમ એટલે,

પ્રેમ એટલે,

થંભી ગયેલા સમય સાથે અવિરતપણે વહેતા રહેવાની મજા.

બેફિકરાઈથી મશગુલ થઈ હૃદય ફાડીને ચિક્કાર થવાની ઘટના.

દરિયાના મોજાની માફક પછડાટ ખાઈને પણ ઉંચે ઉઠવાની આશા.

હૃદયના ખૂણે અનંત અમાપ રંગીન સપનાઓ ગૂંથવાની આશા.

શબ્દોના સ્થાને માત્ર ઈશારાની સ્વીકૃતિમાં સમજવાની મનશા.

યાદોના ઝરુખાનો માળો ગુંથી એકલતામાં હાસ્યથી છવાતી શાંતતા.

શાહીના ખડિયામાંથી કાગળ પર ઉતરતા સંસ્મરણોની સુંદરતા.

અલ્પવિરામની સાથે અલ્પ જોડાઈને પૂર્ણવિરામ મૂકતી પૂર્ણતા.

ઝાકળના બુંદ બનીને નિષ્પ્રાણ જીવનમાં પુરાતા પ્રાણની ચેતના.

‘હું’ અને ‘તું’ ના દીવેટીયામાં ‘અમે’ નું ઉંજણ ઉંજતી સંવેદના.

-કંદર્પ પટેલ

એ પ્રેમ છે........

એ પ્રેમ છે........
સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે.

આંસુ આંખમાંથી નીકળે
એ પહેલા આંખ લૂછી ને સ્મિત કરાવે એ પ્રેમ છે.

તમારા સપના જોવા કરતા
તમારા સપના પુરા કરાવે એ પ્રેમ છે.

મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય એ પ્રેમ છે.

આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય એ પ્રેમ છે.

માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું એ પ્રેમ છે.

જરૂરતમાં વિશ્વાસથી હાથ ફેલાવો
અને મળી જશે એવી ખાતરી હોય તો એ પ્રેમ છે.

લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો એ પ્રેમ છે.

આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે, એ તમારો પ્રેમ .....

પ્રેમ ના આપ્યો છતા મળી જાય એ પ્રેમ છે.

તમારા માટે જે જીવે એ પ્રાણ.
તમારા નબળા સમય અને સુખ દુ:ખમાં સાથે રહે એ પ્રેમ છે.

જ્યાથી તમને પાછા વળવાનુ મન થાય
અને કોઈ આવી ને કહે પાગલ પાછળ નહિ આગળ જવાનુ અહીંથી, આ રસ્તાનો બમ્પ છે રસ્તો પુરો નથી થયો અને તમે વિશ્વાસ કરો એ તમારો પ્રેમ છે.

સ્પર્શ તારો અડી ગયો મારા વિચારોને

સ્પર્શ તારો અડી ગયો મારા વિચારોને ,
દિલના રંગ-ભેદ શું? એ શું જાણે વ્હાલમ.

કાગળ પણ આખો લથબથ, લાગણીની ભીનાશે;
આ કોરું ધાકોર લખાણ શું? એ શું જાણે વ્હાલમ.

પ્રીતનો નશો પીનારાઓની સમજ બહાર છે,
જન્મારો મદમસ્ત ચાલવું શું? એ શું જાણે વ્હાલમ.

સઘળું હારીને પણ ક્યારેક કંઈક અમુલ્ય મળે,
જુગારમાં જીતનારા મળ્યું શું? એ શું જાણે વ્હાલમ.

સપનામાં રોજ આમ તો મળતાં રહ્યાં આપણે,
રોજ રોજ મળનારાં તરસ શું? એ શું જાણે વ્હાલમ.

લાજ શરમ તો દિલની દુનિયાની વાતો છે,
દિમાગથી ચાલતી દુનિયા શું? એ શું જાણે વ્હાલમ.

💞💝💞

Wednesday, December 5, 2018

Tuesday, October 23, 2018

Discipline

Discipline is just choosing between what you want now and what you want most.

Thursday, October 4, 2018

Love and Love

“I believe that marriage isn't between a man and woman but between love and love."

Pain

We cannot learn without experiencing pain

રડવું

રડવું એનો અર્થ એ નથી કે તમે નબળા છો. જન્મથી, તે એક સંકેત છે કે તમે જીવંત છો.

Wednesday, October 3, 2018

Person

I’m the type of person who will be there for you when nobody else is.

Tuesday, October 2, 2018

મિત્ર

જો કોઈ મિત્ર તમારી સાથે સંપર્ક ઓછો કરે છે, ત્યારે આપણે તેની સાથે સંપર્ક અને સંબંધ બન્ને ઓછા કરીએ છીએ, પરંતુ આપણે સંપર્ક અને સંબંધ ઓછો કરવાને બદલે સત્ય જાણવાનો અને મિત્રતા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણકે, સારા હિતેચ્છુ મિત્રો જીવનમાં ભાગ્યેજ મળે છે..

Sunday, September 30, 2018

I miss you

A simple "I miss you" message means everything.

ભૂતકાળ

ભૂતકાળ એ મુલાકાત લેવા માટે સારી જગ્યા છે પરંતુ રહેવા માટે સારી જગ્યા નથી.

Wednesday, September 12, 2018

Strong people

Strong people stand up for themselves, but stronger people stand up for others.

Tuesday, September 11, 2018

હંમેશાં યાદ રાખો

હંમેશાં યાદ રાખો કે ,તમારા માટે કોણ હતું જ્યારે કોઈ બીજું ન હતું.

Do not give up; the beginning is always the hardest.

Do not give up; the beginning is always the hardest.

Five types of people to surround yourself with:

Five types of people to surround yourself with:
1. The inspired
2. The passionate
3. The motivated
4. The grateful
5. The open-minded

Sunday, September 9, 2018

■ કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? ■

■ કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? ■
======================================
                   આવ રે કાગડા કઢી પીવા
                     મારામાં કાંકરી ખૂંચે છે
               ચણ ચણ બગલી ચણાની દાળ
                    હું પપૈયો તું મગની દાળ
                   શેરીએ શેરીએ ઝાંખ દીવા
                   આવ રે કાગડા કઢી  પીવા
                     મારામાં કાંકરી ખૂંચે છે.
               ગણ ગણ ગાંઠિયા તેલ તેલ પળી
                  ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
                   બળતી હોય તો બળવા દે
                     ઠરતી હોય તો ઠરવા દે
                   આવ રે કાગડા કઢી પીવા
                     મારામાં કાંકરી ખૂંચે છે.

          મારા વતન ધ્રાંગધ્રામાં અમારું રહેણાંક પટેલ વાસ નામે એક મોટામાં ડેલામાં હતું જ્યાં મારો જન્મ થયો હતો અને મારુ  બચપણ અને યુવાની ( ૧૯૬૬ થી ૧૯૮૯ ) ત્યાં વીતી હતી. લગભગ બે-ત્રણ એકરમાં ફેલાયેલા આ ડેલામાં વચ્ચે એક ૫૦ × ૫૦ ફૂટનો મોટો ઓટલો હતો. રોજ સાંજે ડેલાના છોકરા -છોકરી લેસન પૂરું થાય ત્યારે રમવા ભેગા થતા અને જુદી જુદી રમતોમાં એક રમત " કાગડો " નામની રમતાં હતા. એક નાનું કુંડાળું વાળી બધા બેસતા. જે કાગડો થયો હોય તે ઉલટી દિશાએ મો રાખી ઉભો રહે અને અમે એક પથરાની કાંકરી કોઈને આપીએ. જેની પાસે હોય તે અને બીજા પણ એક ઘૂંટણ ઉભો રાખી તેના પર બે હાથ રાખી અને ઘૂંટણ ફેરવતા જાય અને ઉપરનું જોડકણું બધા એક સાથે ગાતા જાય એટલે કાગડો આવે અને કુંડાળા ફરતા ફરીને શોધે કે કાંકરી કોની પાસે છે! જો તે સાચો પડે તો પેલાએ ઉઠી જવાનું અને કાગડો બેસી જાય. અહીં મહત્વ કાગડા જેવી બુદ્ધિનું અને નજરનું કે રમનારાઓની વર્તણુક જાણી લેવાનું મહત્વનું હતું. કોઈને કોઈ ભૂલ કરી બેસે અને કાગડાને ખબર પડી જાય કે કાંકરી કોની પાસે છે! કાગડામાં રહેલા આ ગુણને ખીલવવાનો તે પ્રયાસ હશે કદાચ. આ રમત કોણે શોધી હશે કે આવું ભળતું જોડકણું કોણે બનાવ્યું હશે તે એક પ્રશ્ન છે! આજે બાળકોમાં આ રમત વિશે કોઈ ખ્યાલ જ ન હોય તેવું બની શકે છે.
        આજે શ્રાવણ માસ પૂરો થયો અને આવતીકાલથી  ભાદરવો માસ શરૂ થશે ત્યારે અહીં કાગડાની એક બે તસ્વીરો કોઈ મિત્રોએ શ્રાદ્ધપક્ષના અનુસંધાને મૂકી હતી એટલે આ રમત અને વિગતો યાદ કરવાનો મોકો મળ્યો હતો. ચકલી, કબૂતર અને કાગડા એ શહેરી વિસ્તારના ખાસ તો ઘરોની આસપાસના પંખીઓ હતા. ડેલાની બહાર વીજળીના થાંભલે હારબંધ બેઠેલા કાગડામાંથી જો કોઈને શોક લાગેને મરી જાય તો બધા દોડીને જોવા જતા! આજે અહીં રાજકોટમાં ખરેખર પંખી સ્વરૂપે કાગડા જોવા મળતા નથી. શ્રાદ્ધપક્ષમાં જ્યારે બાપુ મારા દાદાને શ્રાદ્ધ નાંખતા ત્યારે મોટા અવાજે " કાઆઆગ વાઆઆસ .." એમ બોલતા ત્યારે ખરેખર નવાઈ લાગતી પણ ખૂબ કાગડાઓ આવી જતા અને ભોગ ખાતા હતા. આજે શ્રાદ્ધપક્ષ તો આવે છે પણ તે મુજબ બોલવું કે નાંખવું એવું થતું જોવા મળતું નથી. નળિયાં વાળા ઘર નથી. બોલતા શરમ આવે છે. કાગડા છે નહીં એટલે આવતા નથી. ખાલી થાળી બનાવી બહાર મૂકી દઈએ એટલે શ્રાદ્ધ પૂરું એમ માની લઈએ છીએ.  
         આમ તો એક પંખી તરીકે કાગડા વિશેની સામાન્ય માહિતી દરેક પાસે હોય જ છે. તેનો રંગ, ખોરાક, કદ, વજન, અવાજ વિગેરે પણ તેનાથી પણ વિશેષ કાગડો લોકજીવનમાં અનેક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે તે માનવજીવનની આસપાસ વસવાટ કરતું પંખી છે. અનેક રીતે તે પ્રતીકાત્મક ઓળખ ધરાવે છે. અમારા બાળપણમાં અમે અનેક વાર્તાઓ કે બોધકથાઓમાં કાગડાનું પાત્ર નકારાત્મક રીતે જોયું છે. કાગડો આનંદી હોય કે ચતુર હોય કે પછી ફુલણજી પણ હોય! ક્યાંક લુચ્ચો હોય કે ક્યાંક સ્વાર્થી પણ હોય! ક્યાંક ટીખળી હોય તો ક્યાંક સંદેશવાહક હોય તો ક્યાંક તે શુકનિયાળ પણ હોય તો ક્યાંક તે ભવિષ્યવેતા પણ હોય છે! ક્યાંક તે કુટુંબચાહક કે મહેનતુ કે પર - સેવાનું પ્રતીક પણ છે!  ક્યારેક તે મિત્રનું પાત્ર ભજવે તો ક્યારેક સફાઈ સેવકનું તો ક્યારેક પિતૃનું પણ! તે લોકકથામાં છે તો દોહામાં પણ છે તો શાયરી અને ગઝલ-ગીતોમાં પણ હોય છે.
        લોકજીવનમાં કાગડાને સૌથી વધુ મહત્વનું સ્થાન કહેવતો અને રૂઢિપ્રયોગો મારફતે માનવીય ખાસિયતો કે લાક્ષણિકતાઓ  દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. ભગવદ્દગોમંડલમાં તેની પંખી તરીકેની ઓળખ પહેલા તો તેનો શબ્દાર્થ " અદેખા માણસ " તરીકે કર્યો છે. જે વ્યક્તિ અદેખો કે ઇર્ષ્યાળું હોય, મલિન કે નીચ વિચારો કે ઇરાદાઓ વાળો હોય, બહુ જ બોલકો હોય કે પેટમેલો હોય તેને કાગડા સાથે સરખાવવામાં આવ્યો છે. જો કોઈ ખૂબ ચતુર હોય અથવા કોઈના દાવ-પેચમાં જલ્દીથી આવી જાય તેવો ન હોય તો તેને પણ કાગડો કહ્યો છે!
        કહેવતો અને રૂઢિપ્રયોગોમાં કાગડો કેવી રીતે સંકળાયો છે તે વિગતવાર જોઈએ તો; (૧) કાગડા ઉડવા - કોઈ સભા કે બેઠકમાં માણસોની પૂરતી હાજરી ન હોવી તેમ (૨) કાગડા કકળાવવા - સત્યાનાશ જવું તેમ શાપ આપવો (૩) કાગડાની કોટે કંકોતરી - કોઈ વાત તરત જાહેર કરી દે તેવું; ગામવાતોડિયું (૪) કાગડાની કોટે દહીંથરુ ( કે રતન કે હીરો ) - અપાત્રને દાન અથવા કોઈ ગરીબ પાસે સારી વસ્તુ હોવી (૫) કાગડાની ગુદા માંથી ગંગાજળ કાઢવું - ઘણું મુશ્કેલ કામ હોવું/કરવું (૬) કાગડાની નજરે જોવું - સતર્ક રહેવું કે ચારેકોર નજર રાખી તપાસ કરતા રહેવું (૭) કાગડાનું બેસવું ને તાડ/ડાળનું પડવું - અચાનક કૈક દૈવયોગે બનવું (૮) કાગડાનું હસવું ને દેડકા/ઉંદરનો પ્રાણ જાય - બીજાને નુકશાન અને પોતાને લાભ થાય તેમ કરવું (૯) કાગડાના મોઢે રામ ન હોય - પાપીના મોઢેથી સારો વેણ ન હોય (૧૦) કાગડાના શાપે ઢોર ન મરે - સ્વાર્થીના શાપથી કંઈ અનિચ્છનીય ન બને.
      વધુમાં; (૧૧) કાગડાને સોળે દહાડે શ્રાદ્ધ - માંગી ખાનારને કાયમ સારું ખાવાનું જ મળે (૧૨) કાગડાના હાથે કંકોતરી - રોતો જાય ને મૂઆના ખબર દેતો જાય (૧૩) કાગડાને કાળો રંગવો પડે? - નીચ માણસ નીચ જ હોય (૧૪) કાગડો કાગડીને ના ધીરે - લુચ્ચો માણસ લુચ્ચાને ઉછીનું ન આપે (૧૫) કાગડો કોયલને હસે - કોઈ પોતાનો દોષ ન જુએ અને બીજા પર હસે (૧૬) કાગડો દહીંથરુ લઈ ગયો - છેતરી જવું અથવા સારી વસ્તુ કોઈ અયોગ્યના હાથમાં હોવી (૧૭) કાશીમાં'ય કાગડા તો કાળા જ હોય - મલિન માણસ કોઈપણ સ્થળે મલિન જ હોય છે (૧૮) છત્રી કાગડો થઈ જવી - બધું વીંખાઈ / ઊલટું થઈ જવું (૧૯) કાગનો વાઘ કરવો - નાની વાતને મોટું સ્વરૂપ આપવું (૨૦) કાગરાશ ભણેલો - વધુ ભણેલા માટેનો વ્યંગ (૨૧) કાગનું પીંછ કરીને ઉડાડી દેવું - કોઈને હલકો ચિતરવો (૨૨) કાળના કાગડા ખાઈ ગયો - લાબું જીવન જીવનાર માટે બોલાતો પ્રયોગ (૨૩) નામ એનો નાશ ને કાગડા પામે વાસ - જન્મ લેનારનું મૃત્યુ છે.
        કાગડો, કાગ, કાક, કાગરાજ, કાગરવા અને કાગલો ના વિવિધ નામે ઓળખાતો આ કાગડો માણસના મૃત્યુ પછીનું પિતૃ સ્થાન પણ શોભાવે છે તેવી પણ એક માન્યતા છે. ખાસ કરીને ભાદરવા માસના વદના પંદર દિવસો અને એક અમાસ એમ ગણી સોળ દિવસોનું શ્રાદ્ધપક્ષ બને છે જેમાં રોજ તિથિ અનુસાર મૃતક વ્યક્તિનું શ્રાદ્ધ કરી કાગડાને ભોજન ભોગ આપવાની એક પ્રથા છે. શ્રાદ્ધ અર્પણ કરતી વખતે જે કાગવાસ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે કાગ ( કાગડો ) + વાસ ( રહેઠાણ ) એટલે કાગડા બોલાવવા એમ થાય છે તો બીજો અર્થ કાગ + વાસના ( ઈચ્છા ) એવો પણ કરવામાં આવે છે. આ વિધિ પણ હવે ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય એમ લાગે છે. મોટાભાગે શહેરી વિસ્તારોમાં કાગડાઓ જોવા મળતા નથી તેથી તેને માત્ર પ્રતીકાત્મક ગણી ભાવ સમર્પિત કરી લેવાય છે. જો કે કબીરસાહેબે આવી પ્રથાની એક રચનામાં ટીકા કરી છે;
         કાગડાને ભવિષ્યવાણી કરનાર તરીકે પણ જોવામાં આવે છે. પશુપંખીની બોલીઓના અભ્યાસ કરનાર-જાણકાર માટે  કાગરાશ શબ્દ પ્રયોજવામાં આવે છે. કાગડાનું ઘર આંગણે બેસવું-બોલવું-ઉડવું અને ફરી બેસવાની ક્રિયાને શુકન તરીકે પણ જોવામાં આવે છે તો મહેમાન આવવાની એંધાણી તરીકે પણ લેવામાં આવે છે. અમે નાના હતા ત્યારે ઘરઆંગણે બોલતા કાગડાને મહેમાન આવશે કે કેમ તેની જાણકારી તરીકે એક જોડકણું ગાઈને આનંદ કરતા હતા;

" કાગ તારે સોનાની આંખ કાગ તારે રૂપાની પાંખ
  મારે ઘેર મહેમાન આવે તો ઉડીને આઘેરો બેસ.."

ભડલી વાક્યોમાં પણ એક એંધાણ તરીકે કાગબોલીને લેવામાં આવી છે. જે મુજબ;

" રાતે બોલે કાગડા દી'ના બોલે શિયાળ
  તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ "

        ગીર પંથકના પ્રેમીઓ કુંવર અને રાણા વિશેના દોહાઓ છે કે જે પ્રેમિકા કુંવરને બાપે બીજે પરણાવી દેતા તે કાગડાને સંદેશ પૂછે છે અને આપે પણ છે;

" ક્યાંથી આવ્યો કાગ વનરાવન વીંધ કરે
  કે'ને કેડાક માર, કુંવર કયે આરે ઉતરી?
  ગર લાગી ગુડા ગળ્યા, પેટે વધ્યા પિયા
  કાગા કહેજો કુંવરને, રાણો સાને રિયાં.."

કોઈ પ્રેમિકા-વિરહિણી પત્ની પણ કાગબોલીથી એમ કહે કે શું મારો પ્રિયતમ-પતિ  આવશે?

" કગવા દેઉ વધાઈયા, પ્રીતમ મિલવે મુજ;
  કાઢી ક્લેજા આપના, ભોજન દઉંગી તુજ.."

     કાગડા સંબંધિત કેટલાક અન્ય શબ્દો પણ ભગવદ્દગોમંડલ દર્શાવે છે; (૧) કાગા નીંદર - કાગડા જેવી અર્ધી ઊંઘ (૨) કાગા મૂંડો - કાગડા જેવો ઢોંગ રચનાર વ્યક્તિ (૩) કાગવાસી - પશુ પંખીની ભાષા જાણનાર (૪) કાગીયો - કાગડાને ખવરાવવાનો લાડવો (૫) કાગડી/કાગણ - કાગડાની નાર (૬) કાગોલિયા - કાગડાના બચ્ચા (૭) કાગડોળ - બદશીકલ/કદરૂપુ (૮) કાગ ડોળીયું - કાગડા જેવા ડોળા વાળું (૯) કાગા રોળ - ખોટો શોરબકોર (૧૦) કાગવાણી - કાગડાની વાણી (૧૧) કાગ દ્રષ્ટિ - ઝીણી નજર (૧૨) કાગમાળ - કાગડાના માળા જેવું કામચલાઉ કે દમ વગરનું.
      કાગડાના તમામ અવગુણો છતાં કેટલાક ગુણો પણ ક્યાંક નોંધાયા છે. કાગડો જીવનભર એક જ સાથી સાથે રહે છે. કાગડો સફાઈનું કામ કરી એક સેવકની ભૂમિકા પણ બજાવે છે.  કવિ કાગ બાપુ લખે છે કે પોતાના બાળકોને તો સૌ ઉછેરે પણ કાગડી એક એવી જાત છે કે જે કોયલના ઇંડાને પણ પોતાના સમજી સેવે છે;

" પોત સૌ પોતા તણાં ને પાળે પંખીડા
  બચડા બીજાના ( એ તો ) કો'ક જ સેવે કાગડા.."  

      માણસ અને કાગડો? કવિશ્રી રમેશ પારેખની એક રચના કાગડા વિશેની ખૂબ મોટો સંદેશ આપે છે.

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો?
ગમે તે અર્થ ધરાવ, કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચુથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

■ ડૉ. રમણિક યાદવ
■ તા. ૦૯ મી સપ્ટેમ્બર, ૨૦૧૮

Saturday, September 8, 2018

Stand

"Never put yourself in a situation, where you are not sure of where you stand in a person's life."

best part

The best part of me is talking to you.

ભગવાન

તમે એકલા નથી, ભગવાન હંમેશા તમારી સાથે છે.

Tuesday, September 4, 2018

અલ્પવિરામ

થાક ઉતરી ગયો હોય તો, આ અલ્પિવરામને ખસેડીયે...
સફર હજુ લાંબી છે,પછી નહી પહોંચી શકીએ..!!

Monday, September 3, 2018

Never settle for less than you deserve.

Never settle for less than you deserve.

જીતવું

જીતવું ઇચ્છનીય હોય શકે, અનિવાર્ય નહિં.

ખેલદિલી

ખેલદિલીપૂર્વક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ભાવના વ્યક્તિને મજબૂત બનાવે છે.

Sunday, September 2, 2018

better to be

It's better to be slapped by the truth than kissed with a lie.

Saturday, September 1, 2018

તમારી વાત કૈક અલગ છે

તારી સાથે રાત ની વાતો કૈક અલગ છે..
એ વહેલી સવાર ની તારી મુલાકાત કૈક અલગ છે..
છે ઘણા શાંત ઊંડા સમુદ્ર જેવા તમે..
પણ એ મસ્તી વાળી તમારી વાત કૈક અલગ છે...☘️☘️

Sunday, July 29, 2018

સ્ત્રી અને પુરુષ ના સંબંધો

સ્ત્રી અને પુરુષ ના સંબંધો હંમેશા અઘરા-અને કોમ્પ્લિકેટેડ રહ્યા છે. (સાચું કહું તો, અંગત સંબંધો, રોમેન્ટિક કે પ્લેટોનિક લાગણીઓ પણ અઘરી છે મેનેજ કરવી ) કોઈ પણ સિચ્યુએશન માં ઓનેસ્ટ રહો અને પોતાની જાત ને પૂછો કે “શું અમે ખાલી ફ્રેન્ડ્સ છીએ?”

Sunday, June 10, 2018

Monday, May 14, 2018

never invest your trust

"When someone gives you a reason to doubt them, never invest your trust in them again because some people will continue to take advantage of you if you keep falling into their lies and excuses."

ઉધઈ

સમજાય તો..!!
લાગણી ભર્યા સંબંધોમાં ઉધઈ લાગે તો તેવી ઉધઈ ને મટાડવા માટે કોઈ pest control કામ નથી લાગતું.🥀

Monday, May 7, 2018

સૌથી સફળ

તમારા જીવનની સૌથી સફળ ક્ષણો દરમિયાન નમ્ર રહો !!!

Sunday, March 25, 2018

ધ્યેય પ્રાપ્તિ

"જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે ધીરજ રાખો. કંઈ પણ તરત જ થતું નથી પરંતુ આખરે તે થશે."🥀

ક્ષમા

"ક્ષમા એ પ્રેમનું શ્રેષ્ઠ સ્વરૂપ છે."

Saturday, March 17, 2018

વિચારજો

જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે:”કઈ રીતે?”…..વિચારજો ….

પ્રેમ નો કોયડો

પ્રેમનો આ કોયડો જ અઘરો રહયો દોસ્ત,
તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે જ જામ અધુરો રહ્યો..

Saturday, March 10, 2018

ભાષા-પરિભાષા

મજબૂરી "ભાષા" બદલે છે.
અભિમાન "પરિભાષા" બદલે છે..!

Wednesday, March 7, 2018

વ્યક્તિ

મનોવિજ્ઞાન કહે છે: તમે જે વ્યક્તિ ને વધુ વફાદાર છો, તે વ્યક્તિ દ્વારા જ તમને વધુ નિરાશા નો અનુભવ થાય છે.

માતા પિતા

સખત અભ્યાસ કરો અને તમારા માતાપિતાને ગૌરવ અપાવો.

Monday, March 5, 2018

Saturday, March 3, 2018

સફળ થવા માટે વર્તમાનમાં રહેવું જરૂરી..🥀

સફળ થવા માટે વર્તમાનમાં રહેવું જરૂરી..🥀

માર્ચ

Good Evening 😊

આવી ગયો માચૅ ફરી ચાલ હિસાબ સરભર કરીએ, મારી પ્રીત મારો પ્રેમ ઉધાર અને તારી જીદ જમા, ચાલ ખાતા સરભર કરીએ.....

Friday, March 2, 2018

Thursday, March 1, 2018

દોષ

તમારા જીવનમાં કોઈને પણ દોષ ન આપો,કારણ કે... સારા લોકો તમને ખુશી આપે છે, અને ખરાબ લોકો તમને અનુભવ આપે છે.

આભાસી જીંદગી

તમે મારી આભાસી જીંદગીને પણ વાસ્તવિક બનાવી દિધી છે... સમયના data સાથે પ્રેમને update કરતો રહું છું... બસ જીંદગીનું આ નવું version એમ જ મૌજથી જીવી છું....💟

Tuesday, February 13, 2018

Monday, February 12, 2018

વિશેષણ થી.... નહીં વિશેષ ક્ષણ થી .....જીવો

વિશેષણ થી.... નહીં

વિશેષ ક્ષણ થી .....જીવો

સ્પર્શ

કોઈપણ વ્યક્તિ શબ્દોને સ્પર્શ કરી શકતી નથી
પણ
દરેક વ્યક્તિને શબ્દો સ્પર્શ કરી જાય છે..!!

Sunday, February 11, 2018

dreams

Don't be pushed around by your problems. Be led by your dreams.

અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી..!

અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી..!

વાત જ અલગ છે

આમ તો અસ્તવ્યસ્ત વસ્તુ મને બિલકુલ નથી ગમતી
પણ તારા વિખરાયેલા વાળ ની તો વાત જ અલગ છે

વાત જ અલગ છે

આમ તો અસ્તવ્યસ્ત વસ્તુ મને બિલકુલ નથી ગમતી
પણ તારા વિખરાયેલા વાળ ની તો વાત જ અલગ છે

Wednesday, February 7, 2018

મૌન

આપણે "બે" એટલે
ઘૂઘવતી "લહેર" અને "એકાંત" ટાપુનું "મૌન".

ક થી જ્ઞ

મને તો ક થી જ્ઞ આવડે છે,તમને ગમે એ  ગોઠવી લેજો શબ્દો તમારા અક્ષર મારા..

"I love you"

દોડતી ફુદકતી
ખિસકોલીએ...
તાજી ખીલતી
કૂંપળના કાનમાં
ધીરે થી કહ્યું :
"I love you"
વસંત મહોરી ! ❤

_Via Messenger_

દુનિયામાં એક જ સૂત્ર થી ચાલવું,જયાં વટ ત્યાં સબંધ કટ..!!!

દુનિયામાં એક જ સૂત્ર થી ચાલવું,જયાં વટ ત્યાં સબંધ કટ..!!!

પ્રતિબિંબ

આયના ની એક મર્યાદા અહી
ખુલ્લી પડી ,
એકપણ પ્રતિબિંબ એ સાચવી
શકતો નથી...

बदलते लोग,बदलते रिश्ते और बदलता मौसम

बदलते लोग,बदलते रिश्ते और बदलता मौसम,चाहे दिखाई ना दे,मगर महसूस जरूर होते हैं...

જીભ પરની ઈજા

"જીભ પરની ઈજા" સૌથી  પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....,
"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .

મનહરલાલ ચોક્સી

હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !

--- મનહરલાલ ચોક્સી

Tuesday, February 6, 2018

રંગોળી કે મેઘધનુષ

દુનિયા માં રંગ ઘણા છે,પણ રંગોળી કે મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે..

◆સુપ્રભાત..🌼

વ્યક્તિત્વ

તમારા જીવનની દરેક વ્યક્તિ મહત્વની છે,કોઈપણ વ્યક્તિની આદતો ના આધારે મત બાંધવો જોખમી છે, વ્યક્તિત્વ એ ખુબ જ જટિલ પાસું છે.🥀

Monday, February 5, 2018

ક્ષણિક પ્રેમ

ક્ષણિક પ્રેમ એક સંબંધ બની જાય છે, તે બંધન બની જાય છે, કારણ કે ત્યાં અપેક્ષાઓ હોય છે અને ત્યાં માગણીઓ હોય છે અને નિરાશાઓ હોય છે, અને બન્ને પક્ષોના પ્રભુત્વ માટે પ્રયત્ન કરવો પડે છે. તે સત્તા માટે સંઘર્ષ બની જાય છે..🥀

નિઃશબ્દતા

મારા શબ્દો તને કયારેય ભીંજવી શકતા નથી,અને તારી નિઃશબ્દતા મને કાયમ કોરી ખાય છે..!!

છેલછબીલે છાંટી મુજને

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…
અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…

- પ્રિયકાંત મણીયાર

તું મિત્ર છે..

તું વૃક્ષનો છાંયો છે,
નદીનું જળ છે..
ઊઘડતા આકાશનો ઉજાસ છે
તું મિત્ર છે.

તું થાક્યાનો વિસામો છે,
રઝળપાટનો આનંદ છે..
તું પ્રવાસ છે, સહવાસ છે..
તું મિત્ર છે.

તું એકની એક વાત છે,
દિવસ અને રાત છે,
કાયમી સંગાથ છે..
તું મિત્ર છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું
હું છલકાઉં ત્યારે તને ગાઉં
હું તો બસ તને ચાહું..
તું મિત્ર છે.

તું વિરહમાં પત્ર છે,
મિલનમાં છત્ર છે..
તું અહીં અને સર્વત્ર છે !
તું મિત્ર છે.

તું બુદ્ધનું સ્મિત છે,
તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન
અને નિત છે !
તું મિત્ર છે.

તું સ્થળમાં છે,
તું પળમાં છે;
તું સકળમાં છે
અને તું અકળ છે !
તું મિત્ર છે..

-Via Messenger..

કેમ છે....?

કેમ છે....?
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પુછે કે કેમ છે...?
આપણે તો કહીએ દરિયાશી મોજમાં
ને ઉપરની કુદરતની રહેમ છે......

ફાટેલાં ખીસ્સાની આડમાં મુકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઉભુ ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળુ વસાય નહીં એવડી પટારી માં
આપણો ખજાનો હેમખેમ છે
આપણે તો કહીએ કે.....

આંખો માં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદર ને હોતી
સુરજ તો ઉગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે
આપણે તો કહીએ કે......

★ધ્રુવ ભટ્ટ

- Via Messenger

કેસૂડો કામણગારો જી લોલ.

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

પ્રતીક

કોઈ વ્યક્તિ હંમેશાં સ્મિત કરે છે તો, તેનો અર્થ એ નથી કે તેનું જીવન સંપૂર્ણ છે. પરંતુ તે સ્મિત આશા અને શક્તિનું પ્રતીક છે.🥀

Sunday, February 4, 2018

સાચું કડવું સત્ય

ગાજર નો  હલવો બનાવવા માટે મહિલાઓ
૧૨૦૦  रू/કિલો કાજુ
૮૦૦  रू/કિલો બદામ અને ડ્રાયફ્રુટ અને  ૭૦૦ રૂપિયે કિલો દેશી  ઘી  આ  બધુજ ખરીદી ને રાખશે
પણ ગાજર નો ભાવ  જ્યા સુધી
૧૦ रू  ના દોઢ  કિલો ના થઇ જાય ત્યાં સુધી હલવો બનાવવા નો પ્રોગ્રામ  પેન્ડિંગ જ રાખશે ....!
બોલો હવે આમાં દેશ નો ખેડૂત  ક્યાંથી સુખી / બે પાંદડે  થાય ...! ?

સાચું કડવું સત્ય

Saturday, February 3, 2018

અનુભવ

પોતાની ભૂલોને મનુષ્યે અનુભવ નું નામ આપી દીધું છે..🥀

જવાબ

દરેક લોકોને જવાબ આપવો જરૂરી નથી, જવાબ ના આપવો એ પણ એક જવાબ જ છે..

નાદાન

શું ખબર પડે "નાદાન" પંખીઓ ને કે,
માનવ "ચણ" ની સાથે "જાળ" પણ પાથરે છે..!!

ગુસ્સો

"ગુસ્સો" એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદ ને "નુકશાન" કરવું..