Monday, December 18, 2017

તું મૌન હોય તો પણ , વાતચીત થઇ શકે છે

તું મૌન હોય તો પણ , વાતચીત થઇ શકે છે
  આંખો ,નજર ને પાંપણથી,પ્રિત થઇ શકે છે

  ઉષ્માસભર  સ્પર્શમાં ,  છે શબ્દકોશ આખો
  સંવાદની   ગુલાબી ,  એ   રીત  થઇ  શકે છે

  શ્વાસો બને જો સરગમ ધડકનનાં તાલ સાથે
  તો   બે  અધરનું  ચુંબન  સંગીત થઇ શકે છે

  રૂંવેરૂંવે   મખમલી ,  લયસભર  હૂંફ  વાવી
  ઉગે  બે  બોલ  ટેરવે, તો  ગીત  થઇ  શકે છે

  છે   રેશમી   ફળિયું   ,  ને   આંગણું   સુવાળું
  આવો તમે તો લિસ્સી , હર ભીંત થઇ શકે છે

              સુધીર દત્તા

No comments:

Post a Comment