શબ્દ
શબ્દ કોમળ , શબ્દ પથ્થર હોયછે
શબ્દની આંખોમાં સાગર હોયછે
શબ્દ મૂન્ગો લાગતો,પણ બોલકો
શબ્દ તો ઝરણાંનું ઝાંઝર હોયછે
શબ્દ સામે બંડ પોકારી જુઓ -
શબ્દ તો ફૂલોનું ખંજર હોયછે
શબ્દ લાગે ચાડિયા જેવો કદી
શબ્દ સંદર્ભોનો અવસર હોયછે
શબ્દ ઊંઘી જાય છે ત્યારે વળી
શબ્દ સન્નાટાનુ પાદર હોયછે
શબ્દ સામે આન્ગળી ચીન્ધી જુઓ-
શબ્દ ખુદ ખૂન્ખાર લશ્કર હોયછે
Via Messenger
No comments:
Post a Comment