Friday, December 1, 2017

શબ્દ

શબ્દ

શબ્દ કોમળ , શબ્દ પથ્થર હોયછે
શબ્દની આંખોમાં સાગર હોયછે

શબ્દ મૂંગો લાગતો,પણ બોલકો
શબ્દ તો ઝરણાંનું ઝાંઝર હોયછે

શબ્દ સામે બંડ પોકારી જુઓ -
શબ્દ તો ફૂલોનું ખંજર હોયછે

શબ્દ લાગે ચાડિયા જેવો કદી
શબ્દ સંદર્ભોનો અવસર હોયછે

શબ્દ ઊંઘી જાય છે ત્યારે વળી
શબ્દ સન્નાટાનુ પાદર હોયછે

શબ્દ સામે આંગળી ચીંધી જુઓ-
શબ્દ ખુદ ખુંખાર લશ્કર હોયછે

Vai Messenger

No comments:

Post a Comment