Tuesday, January 30, 2018

હું ક્યાં બધું જાણું છું,થોડુક સમજી લઉં છું,અને થોડુક લખી લઉં છું..!!

હું ક્યાં બધું જાણું છું,થોડુક સમજી લઉં છું,અને થોડુક લખી લઉં છું..!!

ઓશો

પ્રેમની બે જરૂરિયાત હોય છે: એના પાયામાં આઝાદી હોવી જોઈએ અને એના મિજાજમાં વિશ્વાસ..

- ઓશો

Monday, January 29, 2018

વિશ્વાસ

વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
◆સુપ્રભાત..🌸

સીઝન સ્ટોર

અમુક લોકો સીઝન સ્ટોર જેવા હોય મોકા પ્રમાણે ચેહરા - મોહરા ફેરવે રાખતા હોય...!!

કિંમત

રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી
ખાલી થયેલાં ચાંદલા ના કવર ને લોકો કચરા માં નાખી દે છે..!

Saturday, January 27, 2018

ટચુકડી વાર્તા

👇 ટચુકડી વાર્તા  

સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી કયારેય ડીપ્રેશનમાં નથી આવતી...👍

વિશ્વાસ

જિંદગીને સમજવા માટે  ખોટા વ્યક્તિ પર  વિશ્વાસ કરવો ખુબ જ જરૂરી છે..

નિર્ણય

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી..
◆સુપ્રભાત..🌸

You're My Favorite Always.🥀

You're My Favorite Always.🥀

Thursday, January 25, 2018

તું

બંધ પાપણોમાં વસે છે તું,ખુલ્લી આંખોમાં હસે છે તું
વધુ તો શું કહુ મારા હદય માં ધબકે છે તું..💞

Wednesday, January 24, 2018

વિશ્વાસનું મહત્વ

સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુષો પચાસ પછી પણ કાર્યરત રહેતા હોય છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.સતત ઘરથી દૂર રહેતાં પોતાનાં કામકાજનાં સમયમાંથી મોટે ભાગે સોશિયલ મિડીયામાં વિતાવવાનુ પસંદ કરે છે.પરિણામે કોઇ એવી વ્યકિત હોય છે જે વર્ચ્યુલ દુનિયામાં સાથે હોવાનો અહેસાસ જરુર કરાવે છે.આવી પ્રવૃતિને મેં "ઓફિસ રોમાન્સ" નામ આપ્યુ છે અને આજ કાલ આ પ્રવૃતિ પુરજોશમાં ચાલુ જોવાં મળે છે.આ મામલામાં આજ કાલ સ્ત્રીઓ પણ કઇ પાછળ નથી.ચાલીસી પછી છોકરાછૈયામાંથી નવરી પડેલી સ્ત્રીઓ ઘરમાં એકલતાં અનુભવતી હોય છે..જો કોઇ અન્ય પ્રવૃતિમાં જોડાયેલી હોય તો એનાં પર સોશિયલ મિડીયાની એટલી પ્રભાવક અસર પડતી નથી પણ જે સ્ત્રી પાસે દિવસ દરમિયાન ફાજલ સમય રહેતો હોય એવી સ્ત્રીઓ કોઇ એવો મિત્ર શોધતી હોય છે જે એને સમય આપી શકે અને એની વાતને સાંભળે,અને મોટે ભાગે આવી વ્યકિત એને સોશિયલ મિડીયામાં મળી જાય છે..                                                                                     

એ જ કારણથી આજે ચાલીસીથી સાંઠી વચ્ચેનાં સ્ત્રીઓ અને પુરુષોનાં સંબંધો જોવા મળે છે...અત્યાર સુધી રૂપાળી પાડોસણ કે દેખાવડા પાડોસી પુરુષની જોઇને મનોમન પોતાનાં પાત્રની ખામીને નજર અંદાજ કરીને જીવતાં સ્ત્રીઓ અને પુરુષોને આ સોશિયલ મિડીયાને કારણે પોતાનાં ધર કે શહેરથી દૂર વસતી કોઇ વ્યકિત સાથે ખામીઓ વગરની વ્યકિત શોધી લે છે.પછી જ્યારે સંબંધ આગળ વધે અને એક બીજાની ખામીઓ સામે આવવાં લાગે છે ત્યારે બે ચાર વર્ષનો આ સોશિયલ સંબંધ પતિ પત્ની જેવો બની જાય છે.કારણકે શરૂઆતમાં જે નવિનતાં હતી એ હવે રહી નથી...પરિણામે ધણાં એવાં સંબંધો હોય છે જેમાં એક પાત્ર બે કે ત્રણ વ્યકિત સાથે માનસિક રીતે જોડાયેલી જોવાં મળે છે...જેમાં એક તંદુરસ્ત મિત્રતાંથી લઇને પ્રેમ સંબંધ બંને આવી જાય છે.                                                                            

છેલ્લે મારી એક વાત યાદ રાખજો...આ સોશિયલ મિડીયામાં મોટે ભાગે ચારિત્ર કરતાં વિશ્વાસનું મહત્વ વધારે છે.છતાં વિશ્વાસ એવી વસ્તું છે જે બે વ્યકિત વચ્ચે જ્યાં સુધી સંબંધનું નેટવર્ક જોડાયેલું છે ત્યાં સુધી દિલની આંખે ઓનલાઇન જોઇ શકો છો.વિશ્વાસનાં પાયા ઉપર રચાયેલાં સંબંધો એક પાત્ર સાથે ઘણો લાંબો ચાલે છે              
- નરેશ કે. ડૉડીયા

Rooms

"We have rooms in ourselves. Most of them we have not visited yet. Forgotten rooms."

Before

Before you talk, listen.
Before you react, think.
Before you criticize, wait.
Before you pray, forgive.
Before you quit, try.

Tuesday, January 23, 2018

પરિણીત છું તો..!

પરિણીત છું તો..!
પરિણામ તો.. નહીં આપું

વિશ્વાસ આપીશ પણ...
સંબંધ ને કોઈ નામ નહીં આપું..!!

સંજોગો

કેટલાક સંજોગો એવા વિચિત્ર હોય કે તમે સામાવાળા વ્યક્તિને વ્યક્ત કરીને કશું કહી ન શકો કે; હું તમને કેટલો પ્રેમ કરું છું.... કે તમે મારા માટે કેટલા અગત્યના છો.

એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તમે પ્રેમ નથી કરતા. અમુક સંબંધોમાં એટલી બધી સ્પેસ હોય છે કે બધું કહેવું નથી પડતું. એમ છતાં પણ સામેની વ્યક્તિ બધું જ સમજી જતી હોય છે.

દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ છે જેને વ્યક્ત કરવા શબ્દો, ભેટ, સોગાદો કે સ્પર્શની જરૂર નથી પડતી. આવા જ સંબંધ જીવનને પ્રેમભર્યું અને મધુર બનાવતા હોય છે....

"શાંત લોકો પાસે સૌથી મોટું મન હોય છે."🥀

"શાંત લોકો પાસે સૌથી મોટું મન હોય છે."🥀

Sunday, January 21, 2018

Sometimes

"Sometimes memories are better forgotten."
_But past are mostly hard to forget..🥀

Saturday, January 20, 2018

જોડાયેલી યાદો

"ક્યારેક તમે માણસ કરતા તેની સાથે જોડાયેલી યાદો ને વધુ યાદ કરો છો."..🥀

Wednesday, January 17, 2018

નિર્ભર

 “આપણી આસપાસ બધે જ શાંતિ હોય એવું જરૂરી નથી, ઓછામાં ઓછી આપણે શાંતિ રાખીએ એ વધારે જરૂરી છે. કારણ કે આપણો કંટ્રોલ માત્ર આપણી જ જાત ઉપર છે, બાકી આપણે તો જમવા માટે ય બીજાએ બનાવેલા વાસણો પર નિર્ભર રહીએ છીએ”..🌷

જવાબદાર વ્યકિત

જે "નોટબુક"ને બધા વિષય સંભાળવાની જવાબદારી હોય તે
લગભગ "રફબુક" બની જાય છે....
"જવાબદાર વ્યકિત"ની હાલત પણ કાંઈક આવી જ હોય છે...!
🙏🌸🙏

truth is always bitter..

truth is always bitter..

Biggest lie ever...

Biggest lie ever... "I have read and agree to the terms of use."

Saturday, January 13, 2018

પોતાનું અસ્તિત્વ

જ્યારે કોઈપણ વ્યક્તિ, બીજા વ્યક્તિ નાં જીવનનાં સિદ્ધાંતો-વિચારો-અને સફળ થવાના માપદંડ ને અનુસરવાની શરૂઆત કરે છે.... તે જ ક્ષણથી તે વ્યક્તિ પોતાની કુદરતી લાક્ષણિકતાઓ અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...

jealousy is a short way of saying i love u..💞

jealousy is a short way of saying i love u..💞

તારા શબ્દો

મને તારા કરતા તારા શબ્દો ગુંચવે છે..
તારી આંખો કઇંક કહે છે..
જ્યારે તારા શબ્દો બીજું કંઈક બોલે છે...🌹

ચાલ એક સંબંધ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં.. અને તું પતંગ બની ઉડીએ..
ચાલ એક સંબંધ...

ના તૂટીએ.. ના ફાટીએ.. તેની કાળજી રાખીએ..
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ..
ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ..
ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી.. ના કોઈની દેખાદેખી કરીએ..
બસ આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ..
ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું.. થોડું ડગવાનું.. થોડું લથડવાનું..
ગોથા પણ ખાઈ જવાનું.. આપણે કા કપાવાનું..
કા જમીન પર ઉતરવાનું.. અંતે તો છુટા પડવાનું..

આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું.?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું..
ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા સામસામી ઢાલ બનીએ..
હોય એકબીજા પર નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ..
ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ.. જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ.. પતંગ-દોરા જેવો બાંધી લઈએ...
ચાલ એક સંબંધ...

Thursday, January 11, 2018

કઠિન

તમે જેને ભૂલી શકતા નથી, તેનાથી દૂર રહેવાની વાત સૌથી કઠિન છે.

ખરી અંગત વ્યક્તિ

ખરી અંગત વ્યક્તિ એટલે જે તમારો હાથ પોતાના હાથમાં લઈ,
બોલ્યા વગર જ તમને અહેસાસ કરાવે કે તમે જીવનસફરમાં એકલા નથી....!

સુપ્રભાત..🌺

પતંગ-કન્યા

આ પુરૂષ નું પણ પતંગ જેવું છે,કન્યા સારી બંધાય તો ઊંચી ઉંડાન અને ખોટી બંધાય તો ગોળ ગોળ ફર્યા કરે.

😉😉

Wednesday, January 10, 2018

બે વસ્તુ

બે વસ્તુ બધાને ખૂબ નડતી હોય છે,

ખુલ્લી આંખે જોયેલા સપના
અને હકીકત સામે કરેલી બંધ આંખો....

વિશ્વાસ

જીવનમાં "વિશ્વાસ" એવા વ્યક્તિ પર મૂકજો...
કે મૂક્યા પછી "શ્વાસ અધ્ધર ના રહે".......

Tuesday, January 9, 2018

આરક્ષિત

આજની બધી સારી ક્ષણોનો વિચાર કરો અને આવતી કાલ માટે સ્મિત આરક્ષિત રાખો!
શુભ રાત્રી! 💖

Monday, January 8, 2018

શબ્દ "ભ્રમ" છે...

શબ્દ "ભ્રમ" છે... શબ્દ વાતાવરણ "મહેકાવી" પણ શકે અને "બહેકાવી" પણ શકે...!!

શબ્દ "ભ્રમ" છે...

શબ્દ "ભ્રમ" છે... શબ્દ વાતાવરણ "મહેકાવી" પણ શકે અને "બહેકાવી" પણ શકે...!!

ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં 1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ --

ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં  1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ  --

ભણેલો :- જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય

ખતરનાક કામ :- 'એક' ખાડા ને 'બે' કુદકા મા પાર કરવો !!

પતિ :- પ્રેમીમાંંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યુ તે

મિટિંગ :- જયાં 'મિનિટસ' સચવાય છે.. કલાકો બગાડીને..

શિસ્ત :- શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પના જોરે શરીર પાસે કરાવાતું વઇતરું

Sense of humor :-  જે પત્નીમાં હોય તો લગ્ન જીવન તોડી નાંખે અને પતિમાં હોય તો ટકાવી રાખે તેવો ગુણ

કાયદો :- કરોળિયા નું એવું જાળું... જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે

સલાહકાર :- જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય

ગુજરાતી :- એવી પ્રજા જેને માત્ર 'શુભ' ઉપર વિશ્વાસ નથી, સાથે 'લાભ' પણ જોઇયે

શેરબજાર :- એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય

દારૂબંધી :- જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!

બુદ્ધિજીવી :- જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય

આદર્શ પતિ :- ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!

ગુલાબી ઠંડી

વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફૂલોની રંગોળી સુશોભિત થઈ,

ઉઘાડી આંખો ને યાદ કર્યાં તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ.

અપવાદ

દરેક સ્ત્રી-પુરુષ સમક્ષ અને દરેક પુરુષ-સ્ત્રી સમક્ષ જૂઠું બોલે જ છે...
આમાં તમે પણ અપવાદ નથી,હું પણ અપવાદ નથી...

સ્મૃતિ

એક સ્મૃતિ કાફી છે જિંદગી જીવવા માટે...💞

જિંદગી એટલે કરેલા કાર્ય નું પ્રતિબિંબ..

જિંદગી એટલે કરેલા કાર્ય નું પ્રતિબિંબ..

"નિખાલસ અભિગમ"..

"નિખાલસ અભિગમ"..

આપણને નિખાલસ લાગતો અભિગમ બીજા માટે મુશ્કેલી સર્જનારો પણ હોય શકે...

એક વાત કહું ???

એક વાત કહું ???

મારા ગાલને તારા હોઠથી
ભીના થવાની જાહોજલાલી નથી મળી ....
ના તારા ખોળામાં માથું રાખીને
આ દુનિયાથી બેખબર થઇ જવાની બાદશાહી ...
ના તો મારી લહેરાતી લટોને
તારી આંગળીઓનો સ્પર્શ નશીબ થયો છે !!!
ના તો મારી વહેતી
આંખોને તારી છાતીની હૂંફ !!!

ના અડધી રાતે આંખ ખૂલે ત્યારે
તને સૂતો જોવાની મારી ઈચ્છા પુરી થઇ છે ...
ના તારી રાહ જોતાં જોતાં
ઊંઘમાં સરી પડવાની મજા !!!
ના તારી ગેરહાજરીમાં તારા શર્ટમાં
તારી હાજરી શોધવાની મંજૂરી ...
ના તારી એંઠી ચા પી શકવાની તકદીર મળી છે !!!

ના તારી જોડે સૂર્યોદય કે
સૂર્યાસ્ત જોવાની ઘટનાઓ ઘટવાની છે ...
ના ક્યારેય કોઇ મૌસમ સાથે માણવાની છે...
ના મારે એકેય તહેવારમાં તારા રંગે રંગાવાનું છે ...
ના મારે તારી જોડે
સિનીયર સીટીઝન બનવાનું છે !!!

ના તારા નામની આગળ
મારું નામ લખાવાનું છે ... !!

છતાં હું જેને પ્રેમ કરુ છુ
એ તું છે ...
તું છે 
અને
તું જ છે!!!...

Via WhatsApp...

કાશ

કાશ !
ઉદાસ હું બેઠો હોઉં,

તે ઍક્દમ પાછળથી આવી,

મારી આંખો પર હાથ મૂકે અને કહે,

”ઓળખી જાવ તો હું તમારી,
ન ઓળખી શકો તો તમે મારા ”

વ્યક્તિ ના પરિચય

વ્યક્તિ ના પરિચય ની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય પણ તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે..

ચંદ્રકાન્ત બક્ષી

બહુ હોશિયાર માણસને દોસ્ત ન હોય, કારણ..
જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા જ મુરખ.. બેવકૂફ.. નિર્દોષ.. લાપરવા.. બેહિસાબી થવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવુ પડે છે, ખિસ્સામાંથી બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે કારણ દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારને ક્યારેય સાચા દોસ્ત પ્રાપ્ત જ નથી થતાં.

- ચંદ્રકાન્ત બક્ષી

ચંદ્રકાન્ત બક્ષી

બહુ હોશિયાર માણસને દોસ્ત ન હોય, કારણ..
જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા જ મુરખ.. બેવકૂફ.. નિર્દોષ.. લાપરવા.. બેહિસાબી થવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવુ પડે છે, ખિસ્સામાંથી બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે કારણ દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારને ક્યારેય સાચા દોસ્ત પ્રાપ્ત જ નથી થતાં.

- ચંદ્રકાન્ત બક્ષી

Sunday, January 7, 2018

તારો વ્હેમ

મનને મનાવવા આટલું જ જરુરી છે
એક તો તારો ભ્રમ અને બીજું તારો વ્હેમ..!!
💞💝💞

રાતરાણી

રાતરાણી અને પારિજાતના ફૂલોથી ઘેરાયેલ હીંચકા
નીચે શિયાળાની રાત્રે
તારી સાથે અઢળક વાતો અને ગરમ કોફીની ચુસકીઓ.
 
રિસાયેલ ચહેરા પર સ્મિત લઈ આવવા મારા ખુલ્લા
કેશમાં એનું  ગુલાબનું સરકાવી દેવું..

દીકરાની આંખોમાં સર્જાતાં પ્રત્યેક કુતૂહલની ચમક જોવી
ને ક્યાંક મારી આંગળીને હળવાશથી દબાવી દેતી હૂંફનો અકથ્ય રોમાંચ...
એની સાથે દોડવું, હસવું ,કૂદવું ,નાચવું ...ને ઢગલાબંધ ધીંગામસ્તી કરવી...

અમાસની રાતે અફાટ આકાશને મારી આંખોમાં બાંધી લેવાના ભરચક પ્રયાસ કરવા...

વાદળ સાથે નજરબંધી કરવી,પવન સાથે ઉડવું,
ચોમાસામાં ખુલ્લા ભીના અફાટ રસ્તાઓ પર અકારણ ચાલવું...

પુષ્પને ચાહવા....અઢળક રંગોમાં હાથ અને આંખોને ઝબોળવી..
માર્ગમાં મળી જતાં કોઈ ચહેરા સામે અકારણ જ સ્મિતનું રેલાઈ જવું...

ચિત્રની કલ્પનામાં સરકવું, પથ્થરનાં ઉપસાવેલા રેખાંકનોને હથેળીનું સ્પર્શવું...

ખીલેલી સંધ્યાએ મંદિરના પગથિયે બેસી ડૂબતા સૂર્ય અને ટમટમતી આસ્થાને અનિમેષ જોયા કરવી...

ખુલ્લા ખેતરમાં દોટ મુકીને પગમાં ખુંચેલ કોઈ કાંકરીમાં પણ આનંદ આવે એમ બને...

અંબાવાડીયા નીચે બપોરે બેસી છુપાયેલ કોયલને એના ગીતોથી શોધવી...

સોનાવરણો તડકો આંગણામાં આવતાં જ પોતાની તણખલું દબાવેલ ચાંચમાં નભનો ટુકડો વેરી જતી દેવચકલીના કોલાહલથી ઘરને ભરી દેવું...

કોઈ શિશુને તેડીને કરેલાં અકારણ વ્હાલમાં ....

બધે જ મારા સ્વપ્ન ગુંથાય છે....
મારા આનંદના 'અ'નો પ્રાદુર્ભાવ

અહીંથી જ થાય છે....

એવા કંઈક રજકણ જેવી સ્વપ્નોથી મારી આકૃતિ ઘડાય છે...
અત્યંત ગોપનીયપણે...
ક્ષિતિજની પાંપણ મધ્યે
અનંત.......,

તું

ચહેરો
ઓળખી શકીશ???

-અદિતિ પાઠક.

Saturday, January 6, 2018

યંત્ર

સમાજના ગુણોને માપવાનું યંત્ર પૈસા છે..!!

Friday, January 5, 2018

"સંગીત લોકોને ખુશહાલ બનાવે છે."

"સંગીત લોકોને  ખુશહાલ બનાવે છે."

જીવન

એક વાત, એક નજર, એક સ્પર્શ જીવન બદલી શકે છે..!!

जिंदगी

जानें क्युँ अधूरी सी लगती है जिंदगी..
जैसे खुद को किसी के पास भुल आये
हों..!!!

બિનહરીફ

મારા હૈયાની પંચાયતમાં તુ એકવાર ઉમેદવારી તો કર...
કોની મજાલ છે કે તને બિનહરીફ થતાં રોકી શકે...

આવતીકાલ

જિંદગીમાં જ્યાં સુધી તમે 'યાદ' રાખો છો, ત્યાં સુધી 'ગઈકાલ' જીવે છે,અને જ્યાં સુધી તમે 'આશા' રાખો છો, ત્યાં સુધી 'આવતીકાલ' તમારી રાહ જુએ છે.

ભણતર

તું રીઝે એવી એક ચબરખી લખું,
એટલું કયાં અમારું ભણતર છે..!

છુપાયેલું

કેટલું છુપાયેલું હોય છે એ મેસેજમાં,
જે Type તો થાય છે પણ Send નથી થતો...!!!🌹

પોતાનું

ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે..
ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે..

મર્યાદા

મર્યાદા જાતે નક્કી કરવા માં આવે તો એ મર્યાદા કહેવાય,
બીજા નક્કી કરે તો એ શરમ કહેવાય...

વાતો

નથી સમજાતી ક્યારેક એમની વાતો
નફરતની વાતો પ્રેમની નજરથી કરે છે...

યાદો

કોઇની યાદોને એટલી પણ શબ્દોમાં ના લખો કે
કાગળ વગર પાણીએ ભીજાઇ જાય...

સ્પર્શ

દરેક કળીઓ મહેકી ગઈ જ્યારે તારા સ્પર્શ ની હવા એમના પરથી વહી ગઇ .
ડાળીઓ પણ ઝુકી ગઈ જોઇ એના ચહેરાની રંગત એતો લજામણી બની ગઇ .💞❤💞

હાજરી

મારો તારા ઉપર એવો કોઈ હક્ક નથી કે હું લખતી વખતે... તારી હાજરી અનુભવી શકું..

Be sure

Be sure to taste your word before you spit them out.

Thursday, January 4, 2018

appreciate

Take the time to appreciate what you have.

◆Good Night..💮

રાણી

ફરી એક વાર પ્રેમ નો જુગાર રમવા ની બેઠક થઇ ગઇ ,
આ વખતે પણ એજ બન્યું, રાણી પાયમાલ કરી ગઇ..

શતરંજ

શતરંજ ની રમત માં રાણી પાયમાલ  થઇ ને જીતાડી દેતી હોય છે.. !!

અંતર

જિંદગી અને મોત વચ્ચે એક પળ નું જ અંતર છે અને એ પળ જે જીવી લ્યે એ જ ખરું જીવન.

લાગણી

લાગણી હતી જેની પર તે આજે કારણ વગર લડી પડ્યા એમની કરકસર તો જુઓ તેઓ આંસુ વગર રડી પડ્યા.

એકાંત

તને એકાંત ગમે છે કેમકે તને કોઈ છોડી કે છેતરી નથી જવાનું પણ જયાં સુધી જીંદગીમાં કોઇ છોડીકે છેતરીના જાય એનો અનુભવ ના લેશો તો જીંદગી શું કામની..!?

Tuesday, January 2, 2018

Distance

Distance yourself from negativity and great things will happen.

વ્યક્તિ

જ્યારે તમે ખરેખર કોઈ વ્યક્તિની કાળજી કરો છો, ત્યારે તમારા સુખ કરતાં તે વ્યક્તિ વધુ મહત્વપૂર્ણ છે. 🥀

Monday, January 1, 2018

સમય

સારા લોકો અને સારા પુસ્તકો,તરત સમજ મા નથી આવતા..
બંને ને સમય આપી ને વાંચવા પડે...

પોતાના

મળ્યા વગર પણ "પોતાના" લાગવા લાગે છે..
કોણ કહે છે "સંબંધો" માણસ બનાવે છે...