ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં 1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ --
ભણેલો :- જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય
ખતરનાક કામ :- 'એક' ખાડા ને 'બે' કુદકા મા પાર કરવો !!
પતિ :- પ્રેમીમાંંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યુ તે
મિટિંગ :- જયાં 'મિનિટસ' સચવાય છે.. કલાકો બગાડીને..
શિસ્ત :- શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પના જોરે શરીર પાસે કરાવાતું વઇતરું
Sense of humor :- જે પત્નીમાં હોય તો લગ્ન જીવન તોડી નાંખે અને પતિમાં હોય તો ટકાવી રાખે તેવો ગુણ
કાયદો :- કરોળિયા નું એવું જાળું... જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે
સલાહકાર :- જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય
ગુજરાતી :- એવી પ્રજા જેને માત્ર 'શુભ' ઉપર વિશ્વાસ નથી, સાથે 'લાભ' પણ જોઇયે
શેરબજાર :- એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય
દારૂબંધી :- જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!
બુદ્ધિજીવી :- જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય
આદર્શ પતિ :- ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!
No comments:
Post a Comment