સ્ત્રી અને પુરુષનાં શરીરનું એક સત્ય છે.પુરુષો પચાસ પછી પણ કાર્યરત રહેતા હોય છે.સામાજીક મિલનોને કારણે અને જ્વાની હાથમાં સરકી જવાંનાં ડરને કારણે સતત તણાવમાં રહે છે.કોઇ વખત મનમાં દબાયેલી વ્રુતિઓ ઉછળીને બહાર આવે છે.આ વ્રુતિઓ સામાન્ય માણસથી લઇને મહાન માણસો બધા માટે સરખી હોઇ છે.સતત ઘરથી દૂર રહેતાં પોતાનાં કામકાજનાં સમયમાંથી મોટે ભાગે સોશિયલ મિડીયામાં વિતાવવાનુ પસંદ કરે છે.પરિણામે કોઇ એવી વ્યકિત હોય છે જે વર્ચ્યુલ દુનિયામાં સાથે હોવાનો અહેસાસ જરુર કરાવે છે.આવી પ્રવૃતિને મેં "ઓફિસ રોમાન્સ" નામ આપ્યુ છે અને આજ કાલ આ પ્રવૃતિ પુરજોશમાં ચાલુ જોવાં મળે છે.આ મામલામાં આજ કાલ સ્ત્રીઓ પણ કઇ પાછળ નથી.ચાલીસી પછી છોકરાછૈયામાંથી નવરી પડેલી સ્ત્રીઓ ઘરમાં એકલતાં અનુભવતી હોય છે..જો કોઇ અન્ય પ્રવૃતિમાં જોડાયેલી હોય તો એનાં પર સોશિયલ મિડીયાની એટલી પ્રભાવક અસર પડતી નથી પણ જે સ્ત્રી પાસે દિવસ દરમિયાન ફાજલ સમય રહેતો હોય એવી સ્ત્રીઓ કોઇ એવો મિત્ર શોધતી હોય છે જે એને સમય આપી શકે અને એની વાતને સાંભળે,અને મોટે ભાગે આવી વ્યકિત એને સોશિયલ મિડીયામાં મળી જાય છે..
એ જ કારણથી આજે ચાલીસીથી સાંઠી વચ્ચેનાં સ્ત્રીઓ અને પુરુષોનાં સંબંધો જોવા મળે છે...અત્યાર સુધી રૂપાળી પાડોસણ કે દેખાવડા પાડોસી પુરુષની જોઇને મનોમન પોતાનાં પાત્રની ખામીને નજર અંદાજ કરીને જીવતાં સ્ત્રીઓ અને પુરુષોને આ સોશિયલ મિડીયાને કારણે પોતાનાં ધર કે શહેરથી દૂર વસતી કોઇ વ્યકિત સાથે ખામીઓ વગરની વ્યકિત શોધી લે છે.પછી જ્યારે સંબંધ આગળ વધે અને એક બીજાની ખામીઓ સામે આવવાં લાગે છે ત્યારે બે ચાર વર્ષનો આ સોશિયલ સંબંધ પતિ પત્ની જેવો બની જાય છે.કારણકે શરૂઆતમાં જે નવિનતાં હતી એ હવે રહી નથી...પરિણામે ધણાં એવાં સંબંધો હોય છે જેમાં એક પાત્ર બે કે ત્રણ વ્યકિત સાથે માનસિક રીતે જોડાયેલી જોવાં મળે છે...જેમાં એક તંદુરસ્ત મિત્રતાંથી લઇને પ્રેમ સંબંધ બંને આવી જાય છે.
છેલ્લે મારી એક વાત યાદ રાખજો...આ સોશિયલ મિડીયામાં મોટે ભાગે ચારિત્ર કરતાં વિશ્વાસનું મહત્વ વધારે છે.છતાં વિશ્વાસ એવી વસ્તું છે જે બે વ્યકિત વચ્ચે જ્યાં સુધી સંબંધનું નેટવર્ક જોડાયેલું છે ત્યાં સુધી દિલની આંખે ઓનલાઇન જોઇ શકો છો.વિશ્વાસનાં પાયા ઉપર રચાયેલાં સંબંધો એક પાત્ર સાથે ઘણો લાંબો ચાલે છે
- નરેશ કે. ડૉડીયા
No comments:
Post a Comment